T20 World Cup 2026 / જીતનો ચોગ્ગો લગાવ્યા બાદ પણ 'સૂર્યા બ્રિગેડ' ટેન્શનમાં, સુપર-8 પહેલા દૂર કરવી પડશે આ ખામીઓ

T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં સતત ચાર જીત નોંધાવ્યા પછી ટીમ ઈન્ડિયાની ખરી કસોટી હવે સુપર 8માં થવાની છે. 'સૂર્યા બ્રિગેડ' એ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં ટીમ ઈન્ડિયા હાલમાં +2,500ની નેટ રન રેટ સાથે ગ્રુપ Aના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.
ભારતે USA, નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સામે જીત મેળવી છે, પરંતુ મોટી મેચો પહેલા કેટલીક ખામીઓ છે જે ટીમ માટે મોંઘી સાબિત થઈ શકે છે. ચાલો આ ખામીઓ વિશે જાણીએ.
ખરાબ ફિલ્ડિંગ
ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારતીય ખેલાડીઓએ મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં કેચ છોડ્યા છે. 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામેની મેચમાં ભારતની નબળી ફિલ્ડિંગ સ્પષ્ટ દેખાઈ હતી. ભારતે અંતિમ ઓવરમાં સતત બે બોલમાં બે કેચ છોડ્યા. પહેલા રિંકુ અને કેપ્ટન સૂર્યા ટકરાયા, જેના કેચ છૂટી ગયો અને પછી તિલક વર્માએ પણ એક કેચ છોડ્યો.
આવી સ્થિતિમાં જો સુપર 8માં આવી ખરાબ ફિલ્ડિંગ જોવા મળે છે અને એક કેચ પણ ડ્રોપ થાય છે, તો તેના કારણે ભારતના હાથમાંથી મેચ અને ટુર્નામેન્ટ બંને નીકળી શકે છે.
ટોપ-ઓર્ડર સુસંગતતા
ભલે સૂર્યા અને હાર્દિકે મિડલ ઓર્ડરની કમાન સંભાળી હોય, પરંતુ અભિષેક શર્માનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. પાવરપ્લેમાં મજબૂત શરૂઆતનો અભાવ મિડલ ઓર્ડર પર વધુ દબાણ લાવી રહ્યું છે. તેથી સુપર 8ની પિચ પર ભારત માટે પ્રથમ છ ઓવરનો લાભ લેવો મહત્ત્વપૂર્ણ રહેશે. સુપર 8માં ટીમ ઈન્ડિયા મજબૂત શરૂઆત કરી શકે તે માટે અભિષેક શર્માએ ઈશાન કિશનને સપોર્ટ આપવો પડશે.
'મિસ્ટ્રી સ્પિન' સામે પડકાર
પાકિસ્તાન સામેની મેચમાં પણ ભારતીય બેટ્સમેન નવી સ્પિન બોલિંગ (જેમ કે ઉસ્માન તારિક) સામે થોડા અસ્વસ્થતા અનુભવતા જોવા મળ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમો સામે સ્પિનર્સની ભૂમિકા વધશે, તેથી ભારતીય બેટ્સમેનોએ તેમના ફૂટવર્ક પર ધ્યાન આપવું પડશે.

