Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs NED: India's victory flag in Ahmedabad! Thrilling 17-run win over Netherlands, Varun and Shivam Dubey shine

IND vs NED: અમદાવાદમાં ભારતનો વિજયધ્વજ! નેધરલેન્ડ સામે 17 રને રોમાંચક જીત, વરુણ અને શિવમ દુબે ચમક્યા

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NED: અમદાવાદમાં ભારતનો વિજયધ્વજ! નેધરલેન્ડ સામે 17 રને રોમાંચક જીત, વરુણ અને શિવમ દુબે ચમક્યા
સોર્સ : GSTV

IND vs NED: ICC T20 વર્લ્ડ કપ 2026ની 36મી મેચ આજે(18 ફેબ્રુઆરી) ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ 11માં 2 ફેરફાર થયા છે. કુલદીપ યાદવની સાથે વાઈસ કેપ્ટન અક્ષર પટેલ બહાર થયો છે. અર્શદીપ સિંહની વાપસી થઈ છે અને વોશિંગ્ટન સુંદર પણ રમી રહ્યો છે. હાલ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા છે. જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. 6 વખત પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે.

App Store

ભારતીય ટીમની ઈનિંગ
ભારતીય ટીમને ત્રીજો ઝટકો, તિલક વર્મા આઉટ
ભારતીય ટીમે ત્રીજી વિકેટ ગુમાવી છે. તિલક વર્મા 27 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો છે.

ભારતીય ટીમને બીજો ઝટકો, ઈશાન કિશન આઉટ
આર્યન દત્તે વધુ એક મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી છે. તેણે પાંચમી ઓવરના બીજા બોલ પર ઈશાન કિશનને આઉટ કર્યો. ઈશાને 7 બોલમાં 18 રન બનાવ્યા હતા, પરંતુ એક મોટી ઈનિંગ ન રમી શક્યો. 39 રન પર ભારતની બીજી વિકેટ પડી છે. હાલ, ભારતનો સ્કોર 50ને પાર છે. સૂર્યકુમાર અને તિલક વર્મા ક્રીઝ પર છે.

ભારતીય ટીમને પહેલો ઝટકો: અભિષેક શર્મા શૂન્ય પર આઉટ

અભિષેક શર્મા અને ઈશાન કિશને ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. નેધરલેન્ડ્સના બોલર આર્યન દત્તની પહેલી ઓવરમાં જ અભિષેક શર્માને બોલ્ડ કરી દીધો છે. T20 વર્લ્ડ કપ 2026માં અભિષેક સતત ત્રીજી વખત શૂન્ય પર આઉટ થયો છે.

ભારતની પ્લેઇંગ 11
અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી. 

નેધરલેન્ડ્સની પ્લેઇંગ 11
માઇકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડ, કોલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ (વિકેટકીપર/કેપ્ટન), જેક લિયોન-કૈશેટ, નોઆ ક્રોસ, રોલોફ વાન ડેર મર્વ, લોગન વૈન બીક, આર્યન દત્ત, કાયલ ક્લેન.