Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Major operation at Banaskantha border: 200 kg of ganja seized from Maval checkpost, large network was to hide it in containers and smuggle it into Gujarat

VIDEO: બનાસકાંઠા સરહદે મોટી કાર્યવાહી: માવલ ચેકપોસ્ટ પરથી 200 કિલો ગાંજો ઝડપાયો, કન્ટેનરમાં છુપાવી ગુજરાતમાં ઘુસાડવાનું હતું મોટું નેટવર્ક

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાત-રાજસ્થાન સરહદ પર માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે તંત્ર સજ્જ હોવાના દાવા વચ્ચે આજે એક મોટી સફળતા મળી છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર પોલીસે એક કન્ટેનરની તલાશી લેતા તેમાંથી અંદાજે 200 કિલો ગાંજાનો જથ્થો ઝડપાઈ આવ્યો છે. આ જથ્થો ગુજરાતમાં સપ્લાય કરવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કન્ટેનરમાં ગુપ્ત રીતે થતી હતી હેરાફેરી

App Store

રાજસ્થાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક મોટા કન્ટેનરમાં પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે. પોલીસે શંકાના આધારે માવલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી કન્ટેનરને અટકાવ્યું હતું. સઘન તપાસ દરમિયાન કન્ટેનરના ગુપ્ત ખાનાઓમાંથી 200 કિલો ગાંજો મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

બિહારના શખ્સની ધરપકડ અને તપાસનો ધમધમાટ
પોલીસે આ કેસમાં બિહારના રહેવાસી દીપક નામના શખ્સની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગાંજો ગુજરાતના કયા શહેરમાં અને કોને પહોંચાડવાનો હતો તે અંગે આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓની સંડોવણી હોવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

ચેકપોસ્ટ પર સુરક્ષા સામે સવાલ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી માવલ અને અમીરગઢ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ અને માદક પદાર્થોની મોટાપાયે હેરાફેરી થતી હોવાના આક્ષેપો સ્થાનિકો અને વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આટલી મોટી માત્રામાં ગાંજો પકડાતા હવે પોલીસ તંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.