Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ramadan Moon 2026: Ramadan moon sighted in Gujarat, first fast tomorrow; atmosphere of happiness among Muslim community

Ramadan Chand 2026: ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો; મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ramadan Chand 2026: ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો; મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ
સોર્સ : GSTV

Ramadan Chand 2026: રમઝાન મહિનો ઈસ્લામના સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે, જે શાબાન પછી આવે છે. દુનિયાભરના મુસ્લિમો રમઝાનની આતુરતાથી રાહ જુએ છે, જે રાહ અંતે પૂર્ણ થઈ છે. આજે(18 ફેબ્રુઆરી) ભારતમાં રમઝાનનો ચાંદ દેખાયો. જેને લઈને મુસ્લિમોમાં ખુશીનો માહોલ છે. દિવસ પૂરો થતાં જ બધાની નજર આકાશ પર ટકેલી હતી. કારણ કે ચાંદ દેખાયા પછી જ રમઝાન મુબારક આપવામાં આવે છે અને તરાવીહની નમાઝ શરૂ થાય છે.

App Store

ગુજરાતમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાયો, કાલે પહેલો રોજો: ગુજરાત ચાંદ કમિટી

ગુજરાતમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ ગયો છે. ગુજરાત ચાંદ કમિટી દ્વારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. આજે પહેલી શેરી અને આવતીકાલે પહેલો રોજો રહેશે. તમામ મુસ્લિમ ભાઈઓ માટે પવિત્ર મહિનાની શરૂઆત આજથી થઈ ચૂકી છે.

Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે 2 - image

આવતીકાલે પહેલો રોજો
ગુજરાત ચાંદ કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ચાંદ દેખાઈ ગયો હોવાથી આજે રાત્રિથી જ તરાવીહની નમાઝ શરૂ થશે અને આજે મોડી રાત્રે પહેલી 'સેહરી' બાદ આવતીકાલે, 19 ફેબ્રુઆરીએ રમઝાન માસનો પહેલો રોજો રાખવામાં આવશે.

પવિત્ર મહિનાનું મહત્ત્વ
રમઝાન મહિનો ઈસ્લામી કેલેન્ડર મુજબ શાબાન મહિના પછી આવે છે. આ આખો મહિનો મુસ્લિમ સમાજ માટે ઈબાદત, ધૈર્ય અને દાન-પુણ્યનો મહિનો ગણાય છે. ચાંદ દેખાયા પછી લોકો એકબીજાને 'રમઝાન મુબારક' પાઠવી રહ્યા છે અને મસ્જિદોમાં વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું છે.