Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Pakistan's entry into the Super-8s of the T20 World Cup 2026

T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8માં પાકિસ્તાનની એન્ટ્રી, જાણો ટી20 વર્લ્ડ કપ સુપર 8નું સમગ્ર શેડ્યુલ

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપ 2026ની સુપર-8માં પાકિસ્તાનની એન્ટ્રી, જાણો ટી20 વર્લ્ડ કપ સુપર 8નું સમગ્ર શેડ્યુલ
સોર્સ : GOOGLE

કોલંબોમાં સિહંલીજ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં પાકિસ્તાને નામીબિયાને 102 રનથી હરાવી સુપર 8માં સ્થાન બનાવી લીધું છે. પાકિસ્તાને પહેલા બેટિંગનો નિર્ણય કરતાં 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 199 રન બનાવ્યા હતા. જેનો સામનો કરવા ઉતરેલી ટીમ નામીબિયાની પારી 17.3 ઓવરમાં 97 રન પર સમેટાઇ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાને અણનમ 100 રન જડ્યા હતા તો બોલિંગમાં ઉસ્માન તારિકે 4 અને શાદાબ ખાને 3 વિકેટ ચટકાવી હતી.

App Store

પાકિસ્તાન માટે કરો યા મરોનો મુકાબલો હતો

ટી20 વર્લ્ડ કપમાં સુપર 8 મુકાબલામાં બે ગ્રુપ હોય છે બંને ગ્રુપમાં ચાર ચાર ટીમો હોય છે. ભારતે પાકિસ્તાનને હરાવી પહેલાથી સુપર 8માં સ્થાન બનાવી લીધું છે. પાકિસ્તાન માટે આજનો નામીબિયા સામેનો મુકાબલો કરો યા મારો જેવી સ્થિતિનો હતો જેમાં પાકિસ્તાને નામીબિયાને હરાવતા હવે તે પણ સુપર 8 માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે.

ટી20 વર્લ્ડ કપ સુપર 8 ગ્રુપ 1

-ભારત
-ઝિમ્બાબ્વે
-વેસ્ટ ઇન્ડીઝ
-દક્ષિણ આફ્રિકા

ટી20 વર્લ્ડ કપ સુપર 8 ગ્રુપ 2

-ઇંગ્લેન્ડ
-ન્યૂઝીલેન્ડ
-પાકિસ્તાન
-શ્રીલંકા
 
સુપર 8માં ભારતનો પ્રથમ મુકાબલો 22 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  છે. ભારત 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં બીજો મુકાબલો ઝિમ્બાબ્વે તો 1 માર્ચે કોલકાતામાં ત્રીજો મુકાબલો વેસ્ટ ઇન્ડીઝ સામે રમશે. શનિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સુપર 8 રાઉન્ડની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. 
 
સુપર 8 બાદ ટુર્નામેન્ટનો નોક આઉટ એટલે કે સેમિ ફાઈનલ મુકાબલો થશે. જેમાં ચાર ટીમો (બંને ગ્રુપમાં 2-2 જે ટોચમાં હશે તે) એન્ટ્રી કરશે. ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ 4 અને 5 માર્ચના રોજ યોજાશે. અને 8 માર્ચે ફાઈનલ રમાશે. ફાઈનલ મુકાબલો ક્યાં રમાશે તેનો નિર્ણય પાકિસ્તાની ટીમ પર નિર્ભર રહેશે. કારણ કે જો પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચશે તો મેચ કોલંબોમાં રમાશે નહીંતર અમદાવાદમાં ફાઈનલ યોજાશે. સેમિફાઈનલ અને ફાઈનલ બંને મેચો માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.