Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ishan Kishan included in list of top-10 batsmen, Abhishek-Varun number-1

ICC T20 Rankingsમાં ભારતીય ટીમનો દબદબો; ઈશાન કિશન ટોપ-10 બેટર્સની યાદીમાં સામેલ, અભિષેક-વરુણ નંબર-1

Timeછેલ્લું અપડેટ : 18 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ICC T20 Rankingsમાં ભારતીય ટીમનો દબદબો; ઈશાન કિશન ટોપ-10 બેટર્સની યાદીમાં સામેલ, અભિષેક-વરુણ નંબર-1
સોર્સ : GSTV

ટી20 વર્લ્ડકપની વચ્ચે ICCએ ટી20 રેન્કિંગ જાહેર કરી છે. હાલમાં જ પાકિસ્તાન સામે વિસ્ફોટક બેટિંગ કરનારા ઈશાન કિશનને મોટું ઈનામ મળ્યું છે. ઈશાન કિશનની ટોપ-10 બેટર્સની યાદીમાં જોરદાર વાપસી થઈ છે. 

App Store

ઈશાન કિશનની રેન્કિંગમાં જબરદસ્ત ઉછાળો, અભિષેક શર્મા નંબર-1 

ICC ટી20 રેન્કિંગમાં ઈશાન કિશને 17 ક્રમની છલાંગ લગાવી છે. આ લિસ્ટમાં ભારતનો જ સ્ટાર બેટર અભિષેક શર્મા પ્રથમ સ્થાન પર છે. જ્યારે ઈશાન કિશન આઠમા ક્રમે પહોંચી ગયો છે.  જો ટી20માં ઈશાન આ રીતે જ વિસ્ફોટક બેટિંગ કરતો રહ્યો તો આગામી રેન્કિંગમાં તે હજુ ઉપર આવી શકે છે. દુનિયાના ટોપ-10 બોલર્સની યાદીમાં ભારતનો સ્ટાર ખેલાડી વરુણ ચક્રવર્તી પ્રથમ સ્થાન પર છે. ઓલરાઉન્ડર્સની લિસ્ટમાં પાકિસ્તાનના સઈમ અયૂબે બાજી મારી છે. 

હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાન પર 

ટી20 રેન્કિંગના બેટર્સની યાદીમાં ભારતનો તિલક વર્મા ચોથા સ્થાન પર છે જ્યારે બોલર્સની લિસ્ટમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન બીજા સ્થાન પર છે. ઓલરાઉન્ડર્સની લિસ્ટમાં ભારતનો હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાન પર યથાવત છે. 

ભારત દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ 

જો ટીમની વાત કરીએ તો ICC ટી20 રેન્કિંગમાં ભારતીય ટીમ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે અને પ્રથમ ક્રમાંકે છે. ઈંગ્લેન્ડ દ્વિતીય, ઑસ્ટ્રેલિયા તૃતીય, ન્યૂઝીલેન્ડ ચોથા અને સાઉથ આફ્રિકા પાંચમા ક્રમે છે.