SL vs ZIM / પહેલા ઓસ્ટ્રેલિયા, હવે શ્રીલંકા... ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ 2026માં સર્જ્યો વધુ એક મોટો અપસેટ

ગુરુવાર,19 ફેબ્રુઆરીના રોજ ICC મેન્સ T20 વર્લ્ડ કપની 38મી મેચમાં શ્રીલંકાનો સામનો ઝિમ્બાબ્વે સામે થયો હતો. ગ્રુપ Bની આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ઝિમ્બાબ્વેએ 6 વિકેટથી જીત મેળવી અને T20 વર્લ્ડ કપનો બીજો મોટો અપસેટ સર્જાયો.
ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને તેના ઘરઆંગણે હરાવ્યું, જેનાથી આ તેના માટે એક મોટી જીત અને અપસેટ બની ગયો. ઝિમ્બાબ્વેની આ જ ટીમે વર્તમાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સનસનાટી મચાવી હતી. ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જોકે, આ હારનો શ્રીલંકા પે ખાસ અસર નહીં પડે, કારણ કે તે પહેલાથી જ સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગયું છે.
આ મેચમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ત્રણ બોલ બાકી રહેતા ચેઝ કરી લીધો. ઝિમ્બાબ્વે માટે બ્રાયન બેનેટે અણનમ 63 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન સિકંદર રઝાએ 26 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે ઝડપી 45 રન બનાવ્યા. ઝિમ્બાબ્વેએ વર્તમાન ટુર્નામેન્ટમાં ત્રણ મેચ જીતી છે, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. હવે તે સુપર 8માં ભારત, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે.
ઝિમ્બાબ્વેએ 2025માં શ્રીલંકાને બે વાર હરાવ્યું હતું
ગયા વર્ષે ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને T20Iમાં બે વાર હરાવ્યું હતું. તેણે 2024માં પણ શ્રીલંકાને એક વાર હરાવ્યું હતું. અત્યાર સુધીમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે 12 T20I મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન શ્રીલંકાએ 8 મેચ જીતી અને ઝિમ્બાબ્વેએ 4 જીતી છે.
સુપર 8ના ગ્રુપ
- ગ્રુપ 1: ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા
- ગ્રુપ 2: પાકિસ્તાન, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ
ગ્રુપ 1નું શેડ્યૂલ
- 22 ફેબ્રુઆરી: ભારત vs સાઉથ આફ્રિકા (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, સાંજે 7:00 વાગ્યે)
- 23 ફેબ્રુઆરી: ઝિમ્બાબ્વે vs વેસ્ટ ઈન્ડિઝ (વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ, સાંજે 7:00 વાગ્યે)
- 26 ફેબ્રુઆરી: સાઉથ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, બપોરે 3:00 વાગ્યે)
- 26 ફેબ્રુઆરી: ભારત vs ઝિમ્બાબ્વે (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ, સાંજે 7:00 વાગ્યે)
- 1 માર્ચ: ઝિમ્બાબ્વે vs સાઉથ આફ્રિકા (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી, બપોરે 3:00 વાગ્યે)
- 1 માર્ચ: ભારત vs વેસ્ટ ઈન્ડિઝ (ઈડન ગાર્ડન્સ, કોલકાતા, સાંજે 7:00 વાગ્યે)
ગ્રુપ 2નું શેડ્યૂલ
- 21 ફેબ્રુઆરી: ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7:00 વાગ્યે)
- 22 ફેબ્રુઆરી: ઈંગ્લેન્ડ vs શ્રીલંકા (પલ્લેકેલ ક્રિકેટ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલ, બપોરે 3:00 વાગ્યે)
- 24 ફેબ્રુઆરી: ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન (પલ્લેકેલ ક્રિકેટ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલ, સાંજે 7:00 વાગ્યે)
- 25 ફેબ્રુઆરી: ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7:00 વાગ્યે)
- 27 ફેબ્રુઆરી: ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ (આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, સાંજે 7:00 વાગ્યે)
- 28 ફેબ્રુઆરી: પાકિસ્તાન vs શ્રીલંકા (પલ્લેકેલ ક્રિકેટ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, પલ્લેકેલ, સાંજે 7:00 વાગ્યે)

