Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shivam Dube revealed captain and coach's plan after match against Netherlands

IND vs NED / મુશ્કેલ પિચ પર બેટિંગ કરવા પર શિવમ દુબેએ આપ્યું નિવેદન, કેપ્ટન અને કોચના પ્લાનનો કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NED / મુશ્કેલ પિચ પર બેટિંગ કરવા પર શિવમ દુબેએ આપ્યું નિવેદન, કેપ્ટન અને કોચના પ્લાનનો કર્યો ખુલાસો
સોર્સ : GSTV

ભારતે T20 વર્લ્ડ કપ 2026ના 36મા મુકાબલામાં નેધરલેન્ડ્સ સામે 17 રને વિજય મેળવ્યો છે. બેટિંગમાં 66 રન અને બોલિંગમાં 2 વિકેટ ઝડપનાર શિવમ દુબેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ મેચ બાદ દુબેએ ખુલાસો કર્યો કે કેપ્ટન અને કોચે તેને મિડલ ઓવર્સમાં આવતાની સાથે જ સ્ટ્રાઈક રેટ ઊંચો રાખવાની સૂચના આપી હતી. ભારતે શિવમ દુબેની અડધી સદીની મદદથી 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 7 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી.

App Store

પિચ અને દબાણ પર શિવમ દુબેનું નિવેદન

'પ્લેયર ઓફ ધ મેચ' બન્યા બાદ શિવમ દુબેએ કહ્યું, "વિકેટ થોડી મુશ્કેલ હતી, પરંતુ આ એવી સ્થિતિ છે જેમાં મને બેટિંગ કરવી ગમે છે અને હું તેનો આનંદ માણી રહ્યો હતો. ક્યારેક દબાણ પણ હતું, ખાસ કરીને ઓફ-સ્પિનરે મને સારી બોલિંગ કરી. ચાર ડોટ બોલ ગયા અને તે ઓવર બોલરના પક્ષમાં રહી, પરંતુ મને ખબર હતી કે હું પાછળથી તેની ભરપાઈ કરી લઈશ."

બોલ સ્કીડ થઈ રહ્યો હતો

દુબેએ વધુમાં ઉમેર્યું, "બોલ સ્કીડ થઈ રહ્યો હતો અને નીચો પણ રહી રહ્યો હતો. તે સમયે મારા માટે એ સમજવું જરૂરી હતું કે, હું હિટ કરી શકું છું, પરંતુ મેચની સ્થિતિ કંઈક અલગ માંગતી હતી, તેથી તે મુજબ રમવું પડ્યું. મને સિક્સ મારવી ગમે છે, પરંતુ જ્યારે બોલર સારો હોય ત્યારે પરિસ્થિતિ મુજબ બાઉન્ડ્રી મારવા માટે તૈયાર રહેવું પડે છે."

બોલર્સની રણનીતિ સામે ખાસ તૈયારી

દુબેએ પોતાની રણનીતિ વિશે જણાવ્યું કે, "મેં પહેલેથી જ એવી તૈયારી કરી હતી કારણ કે મને ખબર છે કે બોલર્સ મને બલ્ફ કરવાનો પ્રયાસ કરશે. તેઓ યોર્કર કે લેન્થ બોલ નહીં નાખે, પરંતુ શોર્ટ અને સ્લોઅર બોલ નાખશે. તેથી હું તેની જ રાહ જોઈ રહ્યો હતો."

બોલિંગમાં સુધારો

દુબેએ આ મેચમાં 3 ઓવરમાં 35 રન આપીને 2 મહત્ત્વની વિકેટો ઝડપી હતી. પોતાની બોલિંગ વિશે તેણે કહ્યું "હું મારી બોલિંગ પર ઘણી મહેનત કરી રહ્યો છું અને તેના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. આ T20 ગેમ છે, ક્યારેક તમે રન ફટકારશો તો ક્યારેક રન આપવા પણ પડશે, પરંતુ સાથે વિકેટ પણ મળશે."