IND vs SA ODI: વિરાટની સદી, રોહિત-રાહુલની ફિફ્ટીથી ભારતે આપ્યો આ ટાર્ગેટ
IND vs SAની પહેલી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 350 રનનો ટાર્ગેટ આપ્યો છે

IND vs SAની પહેલી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 350 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ અને રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. તો વિરાટ કોહલીએ સદી પૂરી કરી હતી. આ બધી શાનદાર ઈનિંગની મદદથી ભારતે 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા.
ભારતની બેટિંગ
ભારત તરફથી સૌથી વધારે 135 રનની ધમાકેદાર ઈનિંગ વિરાટ કોહલીએ રમી હતી. તો કેએલ રાહુલે 60 અને રોહિત શર્માએ 57 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 32 અને જયસ્વાલે 18 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના 4 બોલર્સમાં, દરેકને 2 વિકેટ મેળવવામાં સફળતા મળી હતી.
ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ટોચના 3 બેટ્સમેન
વિરાટ કોહલી - 135 (120), 7 છગ્ગા, 11 ચોગ્ગા
કેએલ રાહુલ - 60 (56), 3 છગ્ગા, 2 ચોગ્ગા
રોહિત શર્મા - 57 (51), 3 છગ્ગા, 5 ચોગ્ગા







