વિરાટ કોહલીએ ધુંઆધાર બેટિંગથી અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આજથી વનડે મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
વિરાટ કોહલીએ વિવિધ રેકોર્ડ તોડ્યા
વિરાટ કોહલીએ આજે ઈન્ટરનેશલ કરિયરની 83મી સદી ફટકારી. જ્યારે વનડે ફોર્મેટમાં આ તેની 52મી સદી છે. કોઈ પણ એક ઈન્ટરનેશનલ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો છે.
કોઈ પણ એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ:
52*- વિરાટ કોહલી ( વનડે ઈન્ટરનેશનલ )
51- સચિન તેંડુલકર ( ટેસ્ટ )
49- સચિન તેંડુલકર ( વનડે ઈન્ટરનેશનલ )
45- જેક્સ કેલિસ ( ટેસ્ટ )
41- રિકી પોન્ટિંગ ( ટેસ્ટ )
આટલું જ નહીં વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વિરુદ્ધ સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી પણ બની ગયો છે.
સાઉથ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ
6*- વિરાટ કોહલી
5- ડેવિડ વોર્નર
5- સચિન તેંડુલકર
4- કેન વિલિયમસન
વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ
52*- વિરાટ કોહલી
49- સચિન તેંડુલકર
33*- રોહિત શર્મા
સ્ટેડિયમમાં સુરક્ષામાં મોટી ચૂક
વિરાટ કોહલીએ સદી પૂર્ણ કરતાં સ્ટેડિયમમાં દર્શકો ઝૂમી ઉઠ્યા હતા. જોકે તેમાંથી એક ચાહક સુરક્ષા ઘેરો મેદાનમાં ઘૂસી ગયો અને કોહલીને પગે લાગ્યો હતો.

