IND vs PAK: પાકિસ્તનની ટીમ ઓલઆઉટ, ભારતને 242 રનનો લક્ષ્યાંક
રવિવારે ભારત સામેની ICC ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવા

રવિવારે ભારત સામેની ICC ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે બાંગ્લાદેશ સામે જીત મેળવનારી પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી જ્યારે પાકિસ્તાને ઇજાગ્રસ્ત ઓપનર ફખર ઝમાનના સ્થાને ઇમામ ઉલ હકને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે (23 ફેબ્રુઆરી) ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. આ મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
બંને ગુજરાતીઓ ચમક્યા
ભારતે તાજેતરમાં જીતેલા T20 વર્લ્ડકપની ફાઇનલમાં અક્ષર પટેલે ટીમ માટે મુશ્કેલીના સમયે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. તો બોલિંગમાં હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આટલું જ નહીં હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકાની ઈનીંગની છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કર્યા હતા. આમ ભારતને જીત અપાવવામાં આ બંને દિગ્ગજોનું મોટું યોગદાન રહ્યું હતું.
અક્ષર પટેલનો જબરદસ્ત થ્રો
સેટ થઈ ગયેલા પાકિસ્તાની ઓપનર ઈમામ ઉલ હકને અક્ષર પટેલના જબરદસ્ત થ્રોના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ઈમામ ઉલ હક અને બાબર આઝમ વચ્ચે ઓપનિંગમાં સારી પાર્ટનરશિપ બની રહી હતી. એ જ સમયે 41 રનના સ્કોર પર હાર્દિક પંડ્યાએ બાબર અને 47 રનના સ્કોર પર ઈમામ ઉલ હકને અક્ષર પંડ્યાએ પેવેલિયનની બહાર મોકલી દીધા હતા.
હાર્દિકે અપાવી ટીમને પહેલી વિકેટ, બાબરને બહાર મોકલી દીધો
ભારતીય ટીમને પહેલી વિકેટ હાર્દિક પંડ્યાએ અપાવી હતી. વિકેટ પાછળ લોકેશ રાહુલે બાબર આઝમનો કેચ ઝડપ્યો હતો. મોહમ્મદ શમીએ દુઃખાવાના કારણે સ્પેલ અધવચ્ચે છોડ્યો હતો જેના કારણે હાર્દિક પંડ્યાને બોલિંગ માટે બોલવાયો હતો. તેણે બાબર આઝમની વિકેટ ઝડપીને ઓપનિંગ પાર્ટનરશિપ તોડી નાખી હતી.
પાકિસ્તાન ટોસ જીત્યું
પાકિસ્તાની ટીમે ટોસ જીતીને દુબઈની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સતત 12મો ટોસ હાર્યું છે. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે પણ ભારત ટોસ હાર્યા બાદ મેચ આસાનીથી જીતી ગયું હતું.
વન-ડેમાં સતત સૌથી વધુ ટોસ હારવાનો રેકોર્ડ
ભારતે વન-ડેમાં સતત 12 ટોસ હારવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડકપ 2023થી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સામેની મેચ સુધીમાં ભારત એકપણ ટોસ જીત્યું નથી.
ભારતના પ્લેઇંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી.
પાકિસ્તાનના પ્લેઇંગ 11: બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન/વિકેટકીપર), ઇમામ ઉલ હક, સલમાન અલી આગા (ઉપ-કેપ્ટન), તૈયબ તાહિર, ખુશદિલ શાહ, અબરાર અહેમદ, હરિસ રૌફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.








