IND vs NZ T20: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, આ ખેલાડીઓને ટીમમાં સ્થાન ન મળ્યું
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચ આજે, બુધવ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચ આજે, બુધવાર, 21 જાન્યુઆરીના રોજ નાગપુરમાં રમાવા જઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે. ટોસ હાર્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા જ માંગે છે. શ્રેયસ ઐયર, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવ આજે રમી રહ્યા નથી.
નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડે ત્રણ મેચની વનડે સીરિઝ 2-1થી જીતી હતી. તેથી, ભારતીય ટીમ T20Iમાં વનડેની હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવન
ટિમ રોબિન્સન, ડેવોન કોનવે (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિશ્ચિયન ક્લાર્ક, કાઈલ જેમીસન, ઇશ સોઢી અને જેકબ ડફી.







