WPL 2026 / MIને લાગ્યો મોટો ઝટકો, ટુર્નામેન્ટમાંથી બહાર થઈ સ્ટાર ખેલાડી; રિપ્લેસમેન્ટની જાહેરાત કરાઈ
મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની ચોથી સિઝનની વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે. ટીમની વિક

મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની ચોથી સિઝનની વચ્ચે મોટો ઝટકો લાગ્યો છે. ટીમની વિકેટકીપર-બેટ્સમેન જી. કમલિની ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. મુંબઈની ટીમમાં કમલિનીના સ્થાને વૈષ્ણવી શર્માને લેવામાં આવી છે.
વૈષ્ણવીને તાજેતરમાં ભારતીય ODI ટીમમાં પણ પસંદ કરવામાં આવી છે. તે 2025માં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતી. મુંબઈએ અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમી છે, જેમાં બે જીતી છે અને ત્રણ હારી છે.
મુંબઈને મોટો ઝટકો લાગ્યો
WPL 2026માં MI માટે વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા ભજવનાર જી. કમલિની આ સિઝનમાં ઈજાને હવે રમતી નહીં જોવા મળે. મુંબઈ ઈન્ડિયન્સે તેના X એકાઉન્ટ પર કમલિનીના ટુર્નામેન્ટમાંથી બહાર થવાની જાહેરતા કરી હતી. આ સાથે યુવા સ્પિનર વૈષ્ણવી શર્માએ MIની ટીમમાં કમલિનીનું સ્થાન લીધું છે. મધ્યપ્રદેશની રહેવાસી વૈષ્ણવીનું શ્રીલંકા સામેની તેની ડેબ્યુ સિરીઝમાં પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું, જેના કારણે MIએ તેના પર વિશ્વાસ દર્શાવ્યો છે.
આ સિઝનમાં MIનું પ્રદર્શન
WPL 2026માં MIનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ટીમે કુલ 5 મેચ રમી છે, જેમાંથી 3માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે તેણે 2 જ મેચ જીતી છે. MIએ તેની છેલ્લી બંને મેચ UP સામે છે. 15 જાન્યુઆરીએ UPએ MIની ટીમને 7 વિકેટથી હરાવી હતી. આ પછી 17 જાન્યુઆરીએ રમાયેલી મેચમાં MIની ટીમ UP સામે 22 રનથી હારી હતી. 3 મેચ હરવા છતાં MI પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર છે કારણ કે તેની નેટ રન રેટ ખૂબ સારી છે.






