IND vs NZ / ગિલ-પંતના દમ પર ભારતે મુંબઈ ટેસ્ટમાં મેળવી લીડ, પ્રથમ ઈનિંગમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ટીમ ઈન્ડિયા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ મુંબઈમાં રમાઈ રહી છે. ટીમ ઈ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ મુંબઈમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 263 રન બનાવ્યા હતા. આ સાથે 28 રનની લીડ પણ મેળવી લીધી હતી. આ દરમિયાન શુભમન ગિલ અને રિષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે ગિલ સદી ચૂકી ગયો હતો. તેણે 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રિષભે પણ અડધી સદી ફટકારી હતી. અંતમાં વોશિંગ્ટન સુંદરે ઉપયોગી ઈનિંગ રમી હતી.
ન્યુઝીલેન્ડે પ્રથમ ઈનીંગમાં 235 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 263 રન બનાવ્યા હતા અને 28 રનની લીડ મેળવી હતી. ગિલ અને પંતે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. ભારતના માટે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. રોહિત 18 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે યશસ્વી 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે મોહમ્મદ સિરાજને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક આપી હતી. પરંતુ તે શૂન્ય પર આઉટ થયો હતો.
કોહલી-સરફરાઝ ફ્લોપ રહ્યા
વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી. તે માત્ર 4 રન બનાવીને રનઆઉટ થયો હતો. જ્યારે રવિન્દ્ર જાડેજા 25 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ખાન ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તે શૂન્ય પર આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિન 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
શુભમન ગિલ સદી ચૂક્યો
ભારત તરફથી ગિલે જોરદાર બેટિંગ કરી હતી. પરંતુ તે સદી ચૂકી ગયો હતો. તેણે 146 બોલનો સામનો કરીને 90 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગિલે 1 છગ્ગો અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ પછી પવેલિયન પરત ફર્યો હતો. ગિલને એજાઝ પટેલે આઉટ કર્યો હતો. પંતની વાત કરીએ તો તેણે 60 રનની ઈનિંગ રમી હતી. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
વોશિંગ્ટન સુંદરની ઉપયોગી ઈનિંગ
સુંદર અંતમાં અણનમ રહ્યો હતો. તેણે 36 બોલનો સામનો કરીને 38 રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદરે આ ઈનિંગ દરમિયાન 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જોકે, આકાશ દીપ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તે શૂન્ય પર રનઆઉટ થયો હતો.








