Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs ENG oval test 2nd day India all out in just 224 run

IND vs ENG / 224 રનમાં સમેટાઈ ગઈ ભારતીય ટીમની પહેલી ઈનિંગ, કરૂણ નાયરે ફટકારી અડધી સદી

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / 224 રનમાં સમેટાઈ ગઈ ભારતીય ટીમની પહેલી ઈનિંગ, કરૂણ નાયરે ફટકારી અડધી સદી
સોર્સ : ESPNcricinfo

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની પાંચમી અને અંતિમ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે (1 ઓગસ્ટ) આ મેચનો બીજો દિવસ છે. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 224 રન બનાવીને ઓલઆઉટ થઈ છે. આ મુકાબલો 'કરો યા મરો' જેવો છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ પાંચ મેચોની સિરીઝમાં ત્યારે જ બરાબરી કરી શકશે, જ્યારે આ મેચ જીતશે. આ મેચ ડ્રો રહેશે અથવા તો યજમાન ઈંગ્લેડને જીત મળશે તો ટીમ ઈન્ડિયા સિરીઝ ગુમાવી દેશે.

App Store

કરૂણ નાયરની અડધી સદી

ઓવલ ટેસ્ટ મેચમાં ટોસ હાર્યા બાદ પહેલી ઈનિંગ ભારતીય ખેલાડી માટે અત્યંત કપરી રહી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ બે રનમાં આઉટ થયો હતો. જોકે, કરૂણ નાયરે બાજી સંભાળી હતી. તેણે 109 બોલમાં 57 રન ફટકારી ટીમ ઈન્ડિયાને 200નો આંકડો પાર કરાવવામાં મદદ કરી હતી. ટીમ ઈન્ડિયા 69.4 ઓવરમાં 224 રન બનાવી ઓલ આઉટ થઈ હતી.

ગસ એટકિન્સને પાંચ વિકેટ ઝડપી

પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડના ગસ એટકિન્સે ઉમદા બોલિંગ કરી બેટ્સમેનને રન માટે હંફાવ્યા હતા. તેણે 21.4 ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી. યશસ્વી જયસ્વાલની પહેલી વિકેટ પણ ગસ એટકિન્સે લીધી હતી. આ સિવાય જોસ ટંગે ત્રણ વિકેટ અને ક્રિસ વોક્સે એક વિકેટ ઝડપી હતી. જ્યારે શુભમન ગિલ 35 બોલમાં 21 રન બનાવી રનઆઉટ થયો હતો.

ઈંગ્લેન્ડની ઈનિંગ

ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા પિચ પર ઉતરી છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં 6.1 ઓવરમાં ઈંગ્લેન્ડે 44 રન બનાવ્યા છે. જેમાં બેન ડકેટે 23 અને ઝેક ક્રાઉલીએ 20 રન સાથે અણનમ છે. 

ટીમ ઈન્ડિયા સ્કોર કાર્ડ

ખેલાડી રન
યશસ્વી જયસ્વાલ 2
કેએલ રાહુલ 14
સાઈ સુદર્શન 38
શુભમન ગિલ 21
કરૂણ નાયર 57
રવિન્દ્ર જાડેજા 9
ધ્રુવ જુરેલ 19
વોશિંગટન સુંદર 26
આકાશદીપ 0
મોહમ્મદ સિરાજ 0
પ્રસિદ્ધ કૃષ્ણા 0