Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Yuzvendra Chahal spoke openly about his divorce with dhanashree

VIDEO / ધનશ્રી સાથે ડિવોર્સ પછી ચહલને આવી રહ્યા હતા આત્મહત્યાના વિચાર? ભારતીય સ્પિનરે કર્યો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / ધનશ્રી સાથે ડિવોર્સ પછી ચહલને આવી રહ્યા હતા આત્મહત્યાના વિચાર? ભારતીય સ્પિનરે કર્યો મોટો ખુલાસો
સોર્સ : Google

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ માટે હેટ્રિક લેનાર યુઝવેન્દ્ર ચહલે એક મોટો ખુલાસો કર્યો છે. તાજેતરમાં ચહલે ધનશ્રી સાથે છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડાનું કારણ શું હતું? તે કોઈને ખબર નથી, પરંતુ હવે ટીમ ઇન્ડિયાના આ સ્પિનરે આ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે પોતાના સંબંધોને લઈને એટલો તણાવમાં હતો કે એક સમયે તેણે આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું. આ સમય દરમિયાન તે બરાબર સૂઈ નહતો શકતો. તેણે ક્રિકેટથી પણ દૂરી બનાવી લીધી હતી.

App Store

ચહલે મોટું રહસ્ય ખોલ્યું

ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે રાજ શમનીના પોડકાસ્ટમાં ધનશ્રી સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી. આ દરમિયાન તેણે ઘણા મોટા રહસ્યો ખોલ્યા. તેણે કહ્યું કે તેના લગ્ન જીવનમાં ચાલી રહેલા તણાવને કારણે તે ડિપ્રેશનમાં હતો.

ચહલે કહ્યું, "હું ચાર-પાંચ મહિનાથી ખૂબ જ ડિપ્રેશનમાં હતો. મને એન્ગઝાઈટી એટેક આવતા હતા. મારી આંખોમાં અંધારું છવાઈ જતું હતું. આ વાતો ફક્ત થોડા જ લોકો જાણે છે, જે તે સમયે મારી સાથે હતા. આ સિવાય, હું આ વાતો કોઈની સાથે શેર નહતો કરતો. આ સમય દરમિયાન, મને આત્મહત્યા કરવાના પણ વિચારો આવતા હતા, કારણ કે તે સમયે મારું મગજ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દેતું હતું." તેણે કહ્યું કે, "તણાવને કારણે, હું ફક્ત બે થી ત્રણ કલાક જ સૂઈ શકતો હતો, બાકીનો સમય હું મારા ખાસ મિત્રો સાથે વાત કરતો હતો."

ક્રિકેટથી દૂર થઈ ગયો હતો

ચહલે કહ્યું કે તે તેના સંબંધોને લઈને એટલો તણાવમાં હતો કે તે ક્રિકેટથી પણ દૂર થઈ ગયો હતો. તેણે કહ્યું કે "હું મેદાન પર મારું 100 ટકા નહતો આપી શકતો. એટલા માટે મેં ક્રિકેટથી વિરામ લીધો. જીવનમાં બધી સુવિધાઓ હોવા છતાં, હું ખાલીપો અનુભવી રહ્યો હતો." તેણે કહ્યું કે, "તમારી પાસે તમારા જીવનમાં બધું છે, બધી સુવિધાઓ છે, પરંતુ છતાં પણ તમારી પાસે ખુશી નથી. પછી તમારા મનમાં આ વિચારો આવે છે - આ જીવનનું શું કરવું? બસ છોડી દો."

'મેં કોઈને દગો નથી આપ્યો'

ધનશ્રીથી છૂટાછેડા પછી, ઘણા લોકોએ યુઝવેન્દ્ર ચહલને ચીટર કહ્યો હતો. ચહલ આ વાતથી ખૂબ જ દુઃખી છે. તેણે કહ્યું કે, "હું ચીટર નથી. તમને મારા કરતાં વધુ વફાદાર માણસ નહીં મળે." તેણે કહ્યું, "મેં કોઈને દગો નથી આપ્યો. હું મારા લોકો માટે મારા હૃદયથી વિચારું છું. મેં કોઈ પાસેથી કંઈ માંગ્યું નથી, મેં ફક્ત આપ્યું છે. જ્યારે લોકો કંઈ જાણતા નથી, ત્યારે તેઓ કંઈપણ લખે છે. મારી બે બહેનો છે, તેથી હું સ્ત્રીઓનો આદર કેવી રીતે કરવો તે જાણું છું."

ચહલે કહ્યું કે, "ફક્ત એટલા માટે કે તમે કોઈની સાથે જોવા મળો છો, લોકો તમારા વિશે કંઈપણ વિચારે છે અને વ્યૂઝ વધારવા માટે કંઈપણ લખે છે. વાસ્તવિક સમસ્યા એ છે કે જ્યારે તમે એકવાર પ્રતિક્રિયા આપો છો. આ પછી લોકો તમને ચીડવવાનું શરૂ કરે છે, કારણ કે તેઓ વિચારે છે કે તમે કંઈક કહેશો. મારે જવાબ આપવો પડ્યો, હું ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો."