Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Will KL Rahul's team change again in IPL 2026 this franchise wants to trade him

IPL 2026માં ફરી બદલાઈ જશે કેએલ રાહુલની ટીમ? દિલ્હી કેપિટલ્સ પાસેથી ટ્રેડ કરવા માંગે છે આ ટીમ

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026માં ફરી બદલાઈ જશે કેએલ રાહુલની ટીમ? દિલ્હી કેપિટલ્સ પાસેથી ટ્રેડ કરવા માંગે છે આ ટીમ
સોર્સ : Google

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે. તે સિરીઝમાં બે સદી ફટકારી ચૂક્યો છે. હવે આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ IPL 2026માં દિલ્હી કેપિટલ્સ (DC) ને બદલે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે રમી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે KKR તેને કોઈપણ કિંમતે ટ્રેડ દ્વારા પોતાની ટીમમાં ઈચ્છે છે. કેએલ રાહુલને DC એ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેણે 13 ઈનિંગ્સમાં 539 રન બનાવ્યા હતા.

App Store

કેએલ રાહુલને ખરીદવાના મૂળમાં KKR

કેએલ રાહુલને KKR એટલા માટે ખરીદવાના મૂડમાં છે કારણ કે, તેને એક કેપ્ટન જોઈએ છે. ગત સિઝનમાં આ ટીમનું નેતૃત્વ અજિંક્ય રહાણેએ કર્યું હતું, ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી અને તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરંતુ હવે KKR મોટા ફેરફારના મૂડમાં છે. એટલા માટે તે કેએલ રાહુલને ટીમમાં લાવીને તેને કેપ્ટન બનાવવા માંગે છે. અહેવાલ તો એવા પણ સામે આવી રહ્યા છે કે KKR કેએલ રાહુલ માટે 25 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે. કેએલ રાહુલ માત્ર એક સારો બેટ્સમેન જ નથી, તે કેપ્ટન અને વિકેટકીપરની ભૂમિકા પણ ભજવી શકે છે, તેથી KKR તેના માટે આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર હોવાનું કહેવાય છે.

KKRએ પોતાના જ પગ પર મારી કૂહાડી

KKR એ IPL 2025ના ઓક્શન પહેલા પોતાના જ પગ પર કૂહાડી મારી હતી. KKRએ ટીમને ત્રીજી IPL જીતાડનાર કેપ્ટન શ્રેયસ અય્યરને જ રિટેન નહતો કર્યો. પરિણામે આ ખેલાડી પંજાબ કિંગ્સનો કેપ્ટન બની ગયો. અય્યરના જવાથી KKRને મોટું નુકસાન થયું. પહેલા તેનો કેપ્ટન બદલાયો, ત્યારબાદ ટીમની રમવાની રીત પણ બદલાઈ ગઈ. ટીમ 14માંથી માત્ર 5 મેચ જીતી શકી. હવે IPL 2026 પહેલા તેણે હેડ કોચ ચંદ્રકાંત પંડિતને પણ હટાવી દીધા છે. એક સમયે આ ટીમના બોલિંગ યુનિટને મજબૂત બનાવનારા ભરત અરુણ પણ LSGમાં સામેલ થઈ ગયા છે. હવે KKR કોઈપણ રીતે કેએલ રાહુલને ટીમમાં લાવીને પોતાની ટીમને બેલેન્સ કરવાની તૈયારી કરી રહ્યું છે. સવાલ એ છે કે શું DC કેએલ રાહુલને રિલીઝ કરશે? હાલમાં આનો જવાબ કદાચ ના જ હશે.