Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Goods worth lakhs of rupees stolen from BCCI office in mumbai

BCCIની ઓફિસમાંથી લાખો રુપિયાનો સામાન થયો ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
BCCIની ઓફિસમાંથી લાખો રુપિયાનો સામાન થયો ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
સોર્સ : GSTV

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવેલા BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ની ઓફિસમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓફિસમાં ચોરી થઈ છે અને લાખો રૂપિયાનો સામાન ગાયબ થઈ ગયો છે. એવામાં હવે બધાને એ જ સવાલ હતો કે ભારતીય ક્રિકેટ બોર્ડની ઓફિસમાં આટલી સુરક્ષા હોવા છતાં આટલી મોટી ચોરી કેવી રીતે થઈ? જ્યારે આ ચોરીના માસ્ટરમાઇન્ડ વિશે જાણ થઈ ત્યારે તો ઓફિસમાં પણ ખળભળાટ મચી ગયો.

App Store

વાનખેડે સ્ટેડિયમમાં આવેલી BCCIની ઓફિસમાં ચોરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેસમાં ઓફિસની સિક્યુરિટીમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. BCCIને આ ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે બોર્ડનું ઇન્ટરનલ ઓડિટ થયું. આ મામલે સિક્યુરિટી મેનેજર ફારૂક અસલમ ખાનને ઝડપી લેવામાં આવ્યો છે. તેના પર IPL 2025ની 261 જર્સી ચોરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, દરેક જર્સીની કિંમત રૂ. 2500 હતી અને ચોરાયેલા માલની કુલ કિંમત રૂ. 6.52 લાખની આસપાસ થાય છે.

CCTVમાં ફારૂક અસલમ ખાન જોવા મળ્યો 

આ મહિને BCCI અધિકારીઓ દ્વારા કરાયેલા ઓડિટમાં જર્સીના સ્ટોકમાં ગેરરીતિઓ જોવા મળી. ત્યારબાદ CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે IPL 2025 ટૂર્નામેન્ટ પૂરી થયાના થોડા જ દિવસો પછી, 13 જૂને ફારૂક અસલમ ખાનને સ્ટોરરૂમમાંથી એક મોટું કાર્ટન બોક્સ લઈ જતા જોવામાં આવ્યો, જેનાથી તરત જ શંકા ઊભી થઈ. આ પછી 17 જુલાઈએ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં અસલમ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી.

ઓનલાઈન જુગાર માટે જર્સીનું વેચાણ

પોલીસ તપાસમાં ખબર પડી કે ફારૂક અસલમ ખાને ચોરી કરેલી જર્સી હરિયાણાના એક ઓનલાઈન ડીલરને વેચી દીધી હતી, જેનો તેણે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો. આ વ્યક્તિએ કથિત રીતે ડીલરને જણાવ્યું હતું કે બીસીસીઆઈ કાર્યાલયમાં નવીનીકરણના કામને કારણે 'સ્ટોક ક્લિયરન્સ સેલ' હેઠળ જર્સી વેચવામાં આવી રહી હતી.

તપાસમાં સામેલ એક પોલીસ અધિકારીએ જણાવ્યું, 'ડીલરનો દાવો છે કે તેને ખબર નહોતી કે આ જર્સી ચોરીની હતી.' અત્યાર સુધીમાં, 261 માંથી ફક્ત 50 જ જર્સી પરત મળી આવી છે. પૂછપરછ દરમિયાન, અસલમ ખાને વેચાણમાંથી મળેલા પૈસાથી પોતાની ઓનલાઈન જુગારની લત પૂરી કરવાની વાત કબૂલ કરી છે. થોડા દિવસ પહેલાં ચોરી અને ફોજદારી વિશ્વાસઘાતના આરોપોમાં સંબંધિત કલમો હેઠળ અસલમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે હાલ જામીન પર છે. BCCI દ્વારા આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

ટોપિક્સ:BCCImumbaiwankhede stadium