Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Did umpire helped England on the first day of the fifth Test

VIDEO / પાંચમી ટેસ્ટના પહેલા દિવસે અમ્પાયરે કરી ઈંગ્લેન્ડની મદદ? ધર્મસેનાની આ હરકત જોઈને શરૂ થયો વિવાદ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / પાંચમી ટેસ્ટના પહેલા દિવસે અમ્પાયરે કરી ઈંગ્લેન્ડની મદદ? ધર્મસેનાની આ હરકત જોઈને શરૂ થયો વિવાદ
સોર્સ : Google

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાની એક હરકતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. તેણે DRS (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ) લેતા પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ તરફ ઈશારો કરીને ક્રિકેટના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. મેદાનમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ક્રિકેટ ફેન્સ અમ્પાયરની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. 

App Store

જાણો શું છે મામલો

ભારતની પહેલી ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડ ફાસ્ટ બોલર જોશ ટંગનો બોલ બેટર સાઈ સુદર્શનને પેડમાં વાગ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડના ખેલાડીઓ જોરદાર અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે આઉટ નહતો આપ્યો. આ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન અને ખેલાડીઓએ DRS લેવાનો ઈનકાર કર્યો. જોકે, પછી જે રિપ્લે બહાર આવ્યો છે તેનાથી બધા ચોંકી ગયા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સાઈ સુદર્શનના બેટને હળવો સ્પર્શ કર્યા પછી બોલ પેડ પર વાગ્યો હતો. એટલે કે, જો ઈંગ્લેન્ડ ટીમે DRS લીધો હોત, તો બેટર નોટઆઉટ રહ્યો હોત.

નોંધનીય છે કે, એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઈંગ્લેન્ડ DRS લે તે પહેલાં જ શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાના હાથ દ્વારા ઈશારા કરે છે, જેને ઈનસાઈડ એજનો સંકેત માનવામાં આવી રહ્યો છે. અમ્પાયરે બોલર તરફ જોતા થોડો હાથ હલાવ્યો હતો, જેને ઈંગ્લેન્ડની ટીમે કદાચ ઈનસાઈડ એજ માનીને DRSનો ઉપયોગ ના લીધો. 

ICCના નિયમો શું કહે છે?

ICCના નિયમો અનુસાર, DRSના નિર્ણય પહેલાં અમ્પાયર બેટર કે બોલરને કોઈ પણ ઈશારો નથી કરી શકતા, જે તેમને પ્રભાવિત કરી શકે. આવી સ્થિતિમાં ક્રિકેટ ફેન્સ અમ્પાયર ધર્મસેનાની હરકતને અન્યાયી સહાય ગણાવીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

પૂર્વ અમ્પાયર અનિલ ચૌધરી ધર્મસેનાના સમર્થનમાં

ભારતના અનુભવી અમ્પાયર અનિલ ચૌધરીએ ધર્મસેનાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું, "આ અજાણતાં ભૂલ થઈ હોય. અમ્પાયર્સ પણ માણસ છે અને આવી હરકતો દબાણ હેઠળ થઈ શકે છે. કારણ કે ધર્મસેના ખૂબ જ અનુભવી અમ્પાયર છે."