Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shubman Gill becomes highest run-scoring captain in a Test series

શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બન્યો

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2025
લાઇવ ટીવીGoogle News
શુભમન ગિલે રચ્યો ઈતિહાસ, એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બન્યો
સોર્સ : GOOGLE

ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રન બનાવવા ઉપરાંત અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. શુભમન ગિલે ઓવલ ટેસ્ટના પહેલા દિવસે મેદાનમાં આવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમના કેપ્ટને ઓવલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં બે દિગ્ગજ બેટ્સમેનોના રેકોર્ડ તોડી નાંખ્યા છે. જેમાં પહેલું નામ ગેરી સોબર્સ અને બીજું નામ સુનીલ ગાવસ્કરનું છે. શુભમન ગિલે બેટિંગ કરતા બે રન બનાવતા ગેરી સોબર્સનો અને 11 રન બનાવી સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે. ચાલો શુભમન ગિલે ક્યા નવા રેકોર્ડ બનાવ્યા તે જાણીએ. 
 
ઓવેલ ટેસ્ટના પહેલા દિવસે જ શુભમન ગિલે 11 રન બનાવતાની સાથે જ તે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો. સુનીલ ગાવસ્કરે 1948-49માં વેસ્ટ ઇન્ડીઝ સામે 732 રન બનાવ્યા હતા. સાથે જ SENA દેશોમાં એક જ સિરિઝમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન પણ બનવાનો યશ પણ મેળવ્યો છે.

App Store

શુભમ ગિલની સામે હવે બે મોટા રેકોર્ડ પર છે. સુનિલ ગાવસ્કરના એક શ્રેણીમાં 774 રન બનાવ્યા હતા. જો ગિલ 811 રન બનાવશે તો ડોન બ્રેડમેનને પણ પાછળ છોડી દેશે. ઇંગ્લેન્ડમાં એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે. જે છેલ્લા 90 વર્ષથી અકબંધ છે.