IND vs BAN / પહેલા દિવસે માત્ર 35 ઓવર રમાઈ, ખરાબ હવામાને બગાડી રમત
કાનપુરના ગ્રીનપાર્ક ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમ

કાનપુરના ગ્રીનપાર્ક ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ખરાબ પ્રકાશ અને તૂટક તૂટક વરસાદને કારણે પ્રથમ દિવસે માત્ર 35 ઓવરની જ મેચ થઈ શકી હતી.
પહેલા દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. મોમિનલ હક 81 બોલમાં 40 રન અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને અણનમ છે. જ્યારે ભારત તરફથી આકાશ દીપે 2 અને અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.
રોહિત શર્માએ ટોસ જીત્યો હતો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા આવેલા બાંગ્લાદેશની શરૂઆત સરેરાશ રહી હતી. ટીમની પ્રથમ વિકેટ 9મી ઓવરમાં પડી હતી. ઓપનિંગ બેટ્સમેન ઝાકિર હસન ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. આ દરમિયાન તેણે 24 બોલનો સામનો કર્યો હતો. 29ના સ્કોર પર આકાશ દીપે શાદમાન ઈસ્લામના રૂપમાં બાંગ્લાદેશને બીજો ઝટકો આપ્યો હતો. શાદમાન ઈસ્લામે 36 બોલમાં 24 રન બનાવ્યા હતા.
લંચ બાદ અશ્વિને કેપ્ટનને આઉટ કર્યો
લંચ બાદ રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને પોતાનો શિકાર બનાવ્યો હતો. શાંતોએ 51 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર આકાશ દીપે 2 વિકેટ ઝડપી છે. સાથે જ અશ્વિને 1 વિકેટ પોતાના નામે કરી લીધી છે.
ખરાબ હવામાને રમત બગાડી
કાનપુરમાં ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે વરસાદ પડ્યો હતો. મેદાન ભીનું હોવાને કારણે ટોસમાં વિલંબ થયો હતો. કાનપુરમાં લંચ દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં, રમતના બીજા સેશનની શરૂઆતમાં 15 મિનિટનો વિલંબ થયો હતો. ખરાબ પ્રકાશને કારણે અમ્પાયરે 35 ઓવર પછી રમત રોકવાનો નિર્ણય લીધો હતો. થોડા સમય બાદ ફરી વરસાદ શરૂ થયો, જેના કારણે પહેલા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ.








