IND vs AUS: ખરાબ હવામાનને કારણે મેચ અટકાવી દેવાઈ, ગિલે તોફાની બેટિંગ કરી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પાંચમી T20 મેચ દરમિયાન હવામાન ખરાબ થઈ ગયુ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પાંચમી T20 મેચ દરમિયાન હવામાન ખરાબ થઈ ગયું છે. મેદાન પર દૃશ્યતા ખૂબ ઓછી થઈ ગઈ છે. દર્શકોને પણ સ્ટેન્ડસ પરથી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ખેલાડીઓ પણ મેદાનની બહાર જઈ તેમના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા છે. હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. આ કારણે, 4.5 ઓવર પછી આ મેચ અટકાવી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી T20 મેચ ગાબા ખાતે રમાઈ રહી હતી.
શુભમન ગિલની તોફાની બેટિંગ
ભારતે વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવી લીધા છે. જેમાં શુભમન ગિલે તોફાની બેટિંગ કરી હતી. આ દરમિયાન ગિલે છ ચોગ્ગા ફટકાર્યા હતા. અભિષેક અને ગિલની જોડીએ 50નો આંકડો પાર કર્યો હતો. ભારતની 52 રનની ઈનિંગમાં અભિષેકે 13 બોલમાં 23 રન બનાવ્યા હતા. તો ગિલે 16 બોલમાં 29 રન બનાવી લીધા હતા.






