IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ ફરી જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરવા ઉતરશે ભારત; રિંકુ સિંહને મળ્યું ટીમમાં સ્થાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે (8 નવેમ્બર) પાંચમી અને છેલ્લી T20I મેચ રમાઈ રહી છે. છેલ્લી મેચમાં ફરી એક વખત ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત પાંચ મેચની T20I સિરીઝમાં 2-1થી આગળ છે. જો ટીમ ઈન્ડિયા આજે પાંચમી T20I જીતે છે, તો ભારત સિરીઝ 3-1થી જીતશે. જોકે, જો ઓસ્ટ્રેલિયા પાંચમી T20Iમાં ભારતને હરાવવામાં સફળ રહે છે, તો સિરીઝ 2-2થી ડ્રો થશે. ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
બીજી તરફ સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. તિલક વર્માને બ્રેક આપીને તેના બદલે રિંકુ સિંહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની વિદેશી ધરતી પર આ છેલ્લી T20I મેચ હશે. આ પછી, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પહેલા વધુ બે T20 સિરીઝ રમવાની છે, જે બંને હોમ સિરીઝ હશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઈનીસ, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઈસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝામ્પા.

