Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Pakistani captain smashes 6 sixes in an over in Hong Kong sixes

VIDEO / હોંગકોંગ સિક્સીસમાં પાકિસ્તાની કેપ્ટનની આક્રમક બેટિંગ, છ બોલ 6 છગ્ગા ફટકારી મચાવી તબાહી

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / હોંગકોંગ સિક્સીસમાં પાકિસ્તાની કેપ્ટનની આક્રમક બેટિંગ, છ બોલ 6 છગ્ગા ફટકારી મચાવી તબાહી
સોર્સ : GSTV

પાકિસ્તાની ટીમના કેપ્ટન અબ્બાસ અફ્રિદીએ શુક્રવારે હોંગકોંગ સિક્સીસ ટુર્નામેન્ટમાં કુવૈત સામે રમાયેલી પ્રથમ મેચમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં અફ્રિદીએ માત્ર 12 બોલમાં 55 રનની વિસ્ફોટક અને મેચ વિનિંગ ઈનિંગ રમી હતી, જેમાં તેણે 8 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન રવિ બોપારાના રેકોર્ડની બરાબરી કરી લીધી. અફ્રિદીનો આ સ્કોર ટુર્નામેન્ટના ઈતિહાસમાં એક ઈનિંગનો બીજો સૌથી મોટો સ્કોર છે.

App Store

યાસીન પટેલની એક ઓવરમાં ફટકાર્યા 6 છગ્ગા

આક્રમક બેટિંગ દરમિયાન અબ્બાસ અફ્રિદીએ કુવૈતના બોલર યાસીન પટેલની એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ દરેક ટીમને 6 ઓવર રમવાની હોય છે. કુવૈતે પાકિસ્તાનને જીતવા માટે 124 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટ ચેઝ કરતા અફ્રિદીએ 12 બોલમાં 55 રન બનાવીને ટીમને છેલ્લા બોલે રોમાંચક જીત અપાવી હતી.

સિલેક્ટર્સનું ધ્યાન ખેંચશે આ ઈનિંગ

24 વર્ષીય અબ્બાસ અફ્રિદી જુલાઈ 2025માં બાંગ્લાદેશ સામે રમ્યા બાદ પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાંથી બહાર છે. તેણે જાન્યુઆરી 2024માં ન્યુઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેની 12 બોલમાં 55 રનની આ ધમાકેદાર ઈનિંગ ચોક્કસપણે પાકિસ્તાનના સિલેક્ટર્સનું ધ્યાન આકર્ષિત કરશે. જોકે, તેની કારકિર્દીના આંકડા સામાન્ય રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં કુલ 23 T20I મેચ રમી છે, જેમાં 12.18ની એવરેજ અને 112.61ની સ્ટ્રાઈક રેટથી માત્ર 134 રન બનાવ્યા છે.