Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AUS: First T20I match called off due to rain, India scored 97 runs

IND vs AUS: વરસાદને કારણે પ્રથમ T20I મેચ રદ્દ જાહેર થઈ, ભારતે બનાવ્યા હતા 97 રન

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS: વરસાદને કારણે પ્રથમ T20I મેચ રદ્દ જાહેર થઈ, ભારતે બનાવ્યા હતા 97 રન
સોર્સ : GSTV

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20I મેચ વરસાદને કારણે રદ્દ જાહેર થઈ ચૂકી છે. કૈનબરામાં વરસાદ રોકાયો નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

App Store

માત્ર 9.4 ઓવરની મેચ રમાઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચ કૈનબેરામાં રમાઈ રહી હતી. જેમાં આ મેચ વરસાદને કારણે માત્ર 9.4 ઓવરની રમાઈ હતી, દરમિયાન ભારતે એક વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્મા 19 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 24 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો હતો, જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શુભમન ગિલ 20 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો હતો, જેમાં તેણે ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

18-18 ઓવર સુધીની કરાઈ હતી મેચ

મેચની શરૂઆતમાં, વરસાદે લગભગ અડધો પોણો કલાક સુધી રમત રોકી દીધી હતી. ત્યારબાદ મેચને 18-18 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. પછી મેચ ફરી રમાઈ તો વરસાદને કારણે તે 9.4 ઓવર સુધીની જ રમાઈ અને અંતે તે રદ્દ જાહેર થઈ. લાંબી રાહ જોવાઈ, કેમ કે મેચ રમાઈ હોત તો કદાચ આ મેચમાં DLS હેઠળ 5 ઓવર માટે ઓસ્ટ્રેલિયાને 71 રનનો ટાર્ગેટ મળ્યો હોત. પણ મેચ રમાઈ જ નહીં અને આ મેચ કોઈના ફાળે ના ગઈ. વરસાદે ફેન્સની મજા બગાડી.

ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો ટોસ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ કેનબેરામાં રમાઈ, જે કોઈના ખાતામાં ના ગઈ. આ મેચેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા 97 રન બનાવ્યા હતા, વરસાદને કારણે મેચ વધુ ના રમાઈ અને તેનો નિર્ણય ના થયો.