Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs AUS: First T20 match stopped due to light rain, this opener got out after scoring 19 runs

IND vs AUS: વરસાદને કારણે પહેલી T20 મેચ રોકાઈ, આ ઓપનર 19 રન બનાવી આઉટ થયો

Timeછેલ્લું અપડેટ : 29 Oct 2025
લાઇવ ટીવીGoogle News
IND vs AUS: વરસાદને કારણે પહેલી T20 મેચ રોકાઈ, આ ઓપનર 19 રન બનાવી આઉટ થયો
સોર્સ : GSTV

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચમાં વરસાદ પડ્યો છે, જેના કારણે મેચ થોડા સમય માટે રોકાઈ ગઈ છે. આ મેચ ઓસ્ટ્રેલિયાના મનુકા ઓવલ ખાતે રમાઈ રહી હતી, જે હાલ રોકાઈ ગઈ છે. મેચ રોકાઈ ત્યાં સુધીમાં પાંચ ઓવર રમાઈ ગઈ હતી. વરસાદ બાદ સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ક્રીઝ પર પાછા ફરશે. ભારતનો સ્કોર 43/01 છે. કેમ કે, ઓપનર અભિષેક શર્મા 19 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જોકે, હળવો વરસાદ પડવાને કારણે થોડા સમયમાં જ મેચ ફરી ચાલુ થઈ શકે છે.

App Store

અભિષેક શર્મા વિસ્ફોટક બેટિંગ કરી આઉટ થયો

વરસાદ શરૂ થાય તે પહેલા ભારતની પહેલી વિકેટ પડી ગઈ હતી. અભિષેક શર્મા 14 બોલમાં 19 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ ટૂંકી ઇનિંગમાં પણ અભિષેકે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેથી ભારત પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતુ.