IND vs AUS: ગિલ 24 રને આઉટ થયો, વિરાટે એક રન લેતા ફેન્સની બૂમો પડી, સ્કોર 100ને પાર
સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ ODI રમાઈ રહી છે. આ

સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ ODI રમાઈ રહી છે. આ દરમિયાન રોહિત શર્માએ ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. તો ભારતને પહેલો ઝટકો મળતા શુભમન ગિલ 24 રને આઉટ થઈ ગયો હતો. જો કે, ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલ વિરાટ કોહલીએ જ્યારે એક રન લીધો તો સ્ટેડિયમમાં ફેન્સની બૂમો પડી, કારણ કે કોહલી પહેલી બે ODIમાં શૂન્ય રને આઉટ થયો હતો, પણ આજે તે રમી રહ્યો છે. વિરાટ 26 અને રોહિત 47 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે. ભારતનો સ્કોર 112/1 છે.
ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી
ત્રણ ODIની અંતિમ મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ આજે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેણે 236 રન બનાવી ભારતને 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી હર્ષિત રાણાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી, ઓસ્ટ્રેલિયા માટે મેટ રેનશોએ સૌથી વધુ 56 રન બનાવ્યા હતા.






