મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AFG : અફઘાનિસ્તાનના આ ખેલાડીઓ ટીમ ઇન્ડિયા માટે છે પડકાર, ભારતીય ખેલાડીઓએ રહેવું પડશે સાવધાન

ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ આજે રાતે 8 વાગે અફઘાનિસ્તાન વિરુદ્ધ સુપર-8માં પો

IND vs AFG : અફઘાનિસ્તાનના આ ખેલાડીઓ ટીમ ઇન્ડિયા માટે છે પડકાર, ભારતીય ખેલાડીઓએ રહેવું પડશે સાવધાન

ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ આજે રાતે 8 વાગે અફઘાનિસ્તાન વિરુદ્ધ સુપર-8માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ બારબાડોસના ઓવલ મેદાન પર રમવામાં આવશે. ભારતીય ટીમ આ મેચમાં જીત પ્રાપ્ત કરીને સેમિફાઈનલમાં પહોંચવાનો પોતાનો માર્ગ સરળ કરવા ઈચ્છશે. ભારતીય ટીમે ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજમાં પોતાના તમામ મેચમાં જીત મેળવી હતી અને અજેય રહીને સુપર-8માં એન્ટ્રી કરી હતી. ભારતની સુપર-8માં સારી તૈયારીઓ છે, પરંતુ અફઘાનિસ્તાનના 5 ખેલાડી ભારત માટે પડકાર પણ બની શકે છે. 

રાશિદ ખાન

અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન બોલ અને બેટ બંનેથી મેચ પલટવાનો દમ રાખે છે. તે ટીમનો એવો ખેલાડી છે, જેને મેચ વિનર ખેલાડી માનવામાં આવે છે. રાશિદ ખાનને ભારતીય ટીમ ક્યારેય પણ હળવાશમાં લેવાનો પ્રયત્ન કરશે નહીં. તેની પાસે ભારતીય ખેલાડીઓની સાથે આઈપીએલમાં રમવાનો લાંબો અનુભવ પણ છે. રાશિદ ખાને વર્તમાન વર્લ્ડ કપમાં 4 મેચ રમી છે. તેમાં તેણે 6.19 ની ઈકોનોમીની સાથે કુલ 6 વિકેટ પ્રાપ્ત કરી છે. સાથે જ 152.94 ના સ્ટ્રાઈક રેટથી 26 રન પણ બનાવ્યાં છે. રાશિદ ખાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 4 વિકેટ પ્રાપ્ત કરીને તેને 77 રન પર સમેટવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. રાશિદ ખાને ટી20 કરિયરમાં કુલ 89 મેચ રમી છે. જેમાં રાશિદે 6.08 ની ઈકોનોમીની સાથે 144 વિકેટ લીધી છે અને 429 રન પણ બનાવ્યાં છે. તેનો સ્ટ્રાઈક રેટ 130 નો રહ્યો છે. રાશિદ ખાને ટી20 ક્રિકેટમાં 2 વખત 5-5 વિકેટ અને 6 વખત 4-4 વિકેટ પણ લીધી છે. 

રહમાનુલ્લાહ ગુરબાજ

અફઘાનિસ્તાનનો આ વિકેટકીપર બેટ્સમેન પોતાની ધાકડ બેટિંગ માટે જાણીતો છે. રહમાનુલ્લાહ ગુરબાજે વર્તમાન વર્લ્ડ કપમાં રમાયેલી 4 મેચમાં 150.45 ના સ્ટ્રાઈકથી 167 રન બનાવ્યાં છે. તે ટીમને સારી અને ઝડપી શરૂઆત આપે છે. ન્યૂઝીલેન્ડ સામે ગુરબાજે 56 બોલ પર 80 રનનો સ્કોર બનાવીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારતીય ટીમના બોલરોને તેની વિકેટ ઝડપથી પ્રાપ્ત કરવી પડશે. રહમાનુલ્લાહ ગુરબાજે ટી20 કરિયરમાં કુલ 59 મેચ રમી છે. તેમાં તેણે 139.26 ના સ્ટ્રાઈક રેટથી 1543 રન બનાવ્યા છે. જેમાં 9 અડધી સદી અને 1 સદી પણ સામેલ છે.

મોહમ્મદ નબી

અફઘાનિસ્તાનનો આ ઓલરાઉન્ડર ખેલાડી લાંબી સિક્સર અને ચોગ્ગા મારવામાં માહિર છે. સાથે જ સમય પર વિકેટ લઈને વિપક્ષી ટીમ માટે જોખમ બની જાય છે. મોહમ્મદ નબીની પાસે પણ આઈપીએલ રમવાનો લાંબો અનુભવ છે. આ ખેલાડી પણ ભારતીય ટીમ માટે પડકાર બની શકે છે. મોહમ્મદ નબીએ અત્યાર સુધી વર્લ્ડ કપમાં 4 મેચ રમી છે, જેમાં તેણે 6.86 ની ઈકોનોમીથી 2 વિકેટ પ્રાપ્ત કરી છે. નબીની પાસે 124 ટી20 મેચનો અનુભવ છે. જેમાં તેમણે 136.56 ના સ્ટ્રાઈક રેટથી 2118 રન બનાવ્યાં છે. સાથે જ 95 વિકેટ પણ પ્રાપ્ત કરી છે.

ઈબ્રાહિમ જાદરાન

અફઘાનિસ્તાનના આ ઓપનર બેટ્સમેને વર્તમાન વર્લ્ડ કપમાં રમાયેલી 4 મેચમાં 124 ના સ્ટ્રાઈક રેટથી 152 રન કર્યાં છે. જાદરાનની પાસે લગભગ 40 ટી20 મેચનો અનુભવ છે પરંતુ તે ટીમને સારી શરૂઆત આપીને વિપક્ષી ટીમ માટે પડકાર બની જાય છે. ઈબ્રાહિમ જાદરાને આ 40 ટી20 મેચમાં 109ના સ્ટ્રાઈક રેટથી 1026 રન બનાવ્યાં છે.

ફજલહક ફારૂકી

અફઘાનિસ્તાનનો આ બોલર આ વર્લ્ડ કપમાં પોતાની શાનદાર બોલિંગથી ખૂબ પ્રભાવિત કરી રહ્યો છે. ફજલહકે આ વર્લ્ડ કપમાં રમાયેલી 4 મેચમાં 5.58 ની ઈકોનોમીથી 12 વિકેટ મેળવી છે. ફજલહકે યુગાંડા સામે 5, ન્યૂઝીલેન્ડ સામે 4 અને પાપુઆ ન્યૂ ગિની વિરુદ્ધ 3 વિકેટ મેળવી હતી. આ ત્રણેય મેચમાં ટીમે જીત મેળવી હતી. તે એકમાત્ર વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ જ વિકેટ લઈ શક્યો નહીં. ટીમે હારનો પણ સામનો કરવો પડ્યો. ફજલહકે અત્યાર સુધી 38 ટી20 મેચ રમી છે. જેમાં તેણે 6.62 ની ઈકોનોમી સાથે 49 વિકેટ મેળવી છે.

આ સમાચાર શેર કરો