મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA: જો ફાઈનલમાં વિરાટ કોહલી ફ્લોપ રહ્યો તો બની રહેશે કરિયરની છેલ્લી મેચ? આ માટે થઈ શકે છે બહાર

વિરાટ કોહલીએ આઈપીએલ 2024માં ધમાલ મચાવી હતી પરંતુ T20 world cupમાં સાવ ફ્લોપ રહ્ય

IND vs SA: જો ફાઈનલમાં વિરાટ કોહલી ફ્લોપ રહ્યો તો બની રહેશે કરિયરની છેલ્લી મેચ? આ માટે થઈ શકે છે બહાર

વિરાટ કોહલીએ આઈપીએલ 2024માં ધમાલ મચાવી હતી પરંતુ T20 world cupમાં સાવ ફ્લોપ રહ્યો છે. ભારતીય ફેન્સને કોહલી પાસે બહુ આશા હતી પરંતુ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં વિરાટનું બેટ ચાલ્યું નથી. ઓપનિંગમાં વિરાટ કોહલી સાવ ફ્લોપ રહ્યો છે. હવે જો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાર્બાડોસના કેસિંગ્ટન ઓવેલમાં રમાનાર ફાઈનલ મેચમાં પણ જો કોહલીના બેટથી રન નહીં આવે તો તે ટીમમાંથી બહાર થઈ શકે છે. આવું કેમ કહેવાઈ રહ્યું છે?

T20 વર્લ્ડ કપ પહેલા રમાયેલી IPL 2024માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. જોકે, પૂર્વ ભારતીય કેપ્ટન ટી20 વર્લ્ડ કપમાં પોતાનું ફોર્મ જાળવી શક્યો નથી. કોહલીએ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સાત ઇનિંગ્સ રમતા માત્ર 75 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં કોહલીના ખરાબ ફોર્મના કારણે તેના પર એકશન લેવાઈ શકે છે.

સીનિયર ખેલાડીઓને T20થી દૂર રાખવામાં આવી શકે

વિરાટ કોહલી સહિત ઘણા સિનિયર ખેલાડીઓને T20 ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. T20 વર્લ્ડ કપ પહેલા પણ આવા અહેવાલો સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટૂર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવશે નહીં. જો કે એવું થયું નહોતું પરંતુ હવે વિરાટ કોહલીના ફોર્મને જોતા કહી શકાય કે આ T20 વર્લ્ડ કપ બાદ તેને T20 ફોર્મેટમાંથી બહાર કરવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે, હાલના દિવસોમાં ગૌતમ ગંભીર નવા હેડ કોચ બને તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. એવું પણ કહેવાય છે કે જો ગંભીર હેડકોચ બનશે તો તે રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શામી અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓને ટી 20 ટીમમાંથી દૂર કરી દેશે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ટી20 ટીમમાં વિરાટ કોહલી સહિત બાકીના સિનિયર ખેલાડીઓનું ભવિષ્ય કેવું રહેશે.

વિરાટ કોહલીએ તેની T20 ઈન્ટરનેશનલ કરિયરમાં અત્યાર સુધી 124 મેચ રમી છે. આ દરમિયાન 116 ઈનિંગ્સમાં તેણે 48.37ની એવરેજ અને 137.20ની સ્ટ્રાઈક રેટથી 4,112 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 37 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 122* રન છે.

આ સમાચાર શેર કરો