Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC Women’s World Cup 2025: India’s girls crushed Pakistan by 88 runs in the Women’s Cricket World Cup

ICC Women’s World Cup 2025 : મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની દીકરીઓએ પાકિસ્તાનને 88 રને કચડયું

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ICC Women’s World Cup 2025 : મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની દીકરીઓએ પાકિસ્તાનને 88 રને કચડયું
સોર્સ : GOOGLE

ICC Women’s World Cup 2025 : આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025માં પાકિસ્તાની ટીમનો ભારત સામે શરમજનક પરાજય થયો છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમડાસા સ્ટેડિયમમાં મેચ યોજાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાનને 248 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ભારતીય બોલર્સની સામે પાકિસ્તાનની ખેલાડીઓ ટકી ના શકી અને એક બાદ એક વિકેટ પડતી ગઈ. પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં માત્ર 159 રન ફટકારી સમેટાઈ ગઈ હતી, ભારતીય ટીમનો 88 રનથી ભવ્ય વિજય થયો. 

App Store

પાકિસ્તાની ટીમની બેટિંગની શરૂઆત જ સારી નહોતી થઈ. મુનિબા માત્ર 2 એન, સદફ 6 રન જ્યારે આલિયા રિયાઝ માત્ર બે રન ફટકારી આઉટ થઈ ગઈ હતી. શરૂઆતના 26 રનમાં જ પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવી હતી

ભારતની બેટિંગ કેવી રહી? 
ભારતીય ટીમની ખેલાડીઓએ 50 ઓવરમાં 247 રન ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાના અને પ્રતીકા રાવલે સારી શરૂઆત આપી અને 48 રનની પાર્ટનરશીપ કરી. પ્રતિકાએ 31 ફટકાર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 19 રન ફરકાર્યા હતા. જે બાદ હરલીન દેઓલ અને જેમિમાએ બાજી સંભાળી અને 45 રનની પાર્ટનરશીપ કરી. 

પ્રતીકા રાવલ : 31 રન

સ્મૃતિ મંધાના : 23 રન

હરલીન દેઓલ : 46 રન

હરમનપ્રીત કૌર : 19 રન

જેમિમા : 32 રન

દીપ્તિ શર્મા : 25 રન

સ્નેહ રાણા: 20 રન

રિચા ઘોષ: 35 રન