Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC changes ODI and T20 World Cup format, 'Super-7s', 'Super-10s' and eliminators to add excitement

ICCએ બદલ્યું ODI અને T20 વર્લ્ડ કપનું ફોર્મેટ, 'સુપર-7', 'સુપર-10' અને એલિમિનેટરથી વધશે રોમાંચ

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ICCએ બદલ્યું ODI અને T20 વર્લ્ડ કપનું ફોર્મેટ, 'સુપર-7', 'સુપર-10' અને એલિમિનેટરથી વધશે રોમાંચ
સોર્સ : gstv

શું તમે પણ એવું વિચારો છો કે ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની મેચો ઘણી વખત એકતરફી અને કંટાળાજનક હોય છે? મોટી ટીમો આસાનીથી સેમિફાઇનલમાં પહોંચી જાય છે અને નાની ટીમો માત્ર ઔપચારિકતા પૂરી કરવા રમતી હોય તેવું લાગે છે? ICCએ પણ આ જ ખામી દૂર કરવા માટે હવે પુરુષ વનડે અને T20 વર્લ્ડ કપના ફોર્મેટને સંપૂર્ણપણે બદલી નાખવાની મંજૂરી આપી દીધી છે.

App Store

એડિનબર્ગમાં યોજાયેલી ICC બોર્ડની વાર્ષિક બેઠકમાં ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની ભલામણો સ્વીકારીને આ ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા છે. ICCનો દાવો છે કે આ ફોર્મેટથી ટૂર્નામેન્ટની પહેલી જ મેચથી રોમાંચ અને દબાણ ચરમસીમાએ હશે.

ODI વર્લ્ડ કપમાં એન્ટ્રી થઈ 'સુપર સિરીઝ'ની: નાની ટીમો માટે અગ્નિપરીક્ષા

આગામી વનડે વર્લ્ડ કપમાં ભલે 14 ટીમો જ ભાગ લેવાની હોય, પરંતુ તેની રમવાની પદ્ધતિ સાવ નવી હશે. હવે ટૂર્નામેન્ટની શરૂઆત સીધી ગ્રુપ સ્ટેજથી નહીં થાય. રેન્કિંગમાં 12nd, 13rd અને 14th ક્રમની ટીમો વચ્ચે સૌથી પહેલા એક રાઉન્ડ-રોબિન 'સુપર સિરીઝ' રમાશે. આ ત્રણ ટીમોમાંથી જે ટીમ ટોપ પર રહેશે, તેને જ મુખ્ય ટૂર્નામેન્ટના આગળના સ્ટેજમાં જવા મળશે. એટલે કે, નબળું પ્રદર્શન કરનારી ટીમોએ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ પેક-અપ કરવું પડી શકે છે.

હવે આવશે 'સુપર-7'નો મહાજંગ!

વનડે વર્લ્ડ કપના બીજા તબક્કામાં 12 ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાંથી ટોચની 3-3 ટીમો તો આગળ વધશે જ, પણ સાથે જ બંને ગ્રુપની આગામી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી વધુ 1 ટીમને પણ મોકો મળશે. આ રીતે કુલ 7 ટીમો ત્રીજા તબક્કામાં એટલે કે 'સુપર-7' માં પ્રવેશ કરશે.

આ નવા ફોર્મેટથી ટૂર્નામેન્ટની શરૂઆતની મેચો પણ નૉકઆઉટ જેટલી જ મહત્વની બની જશે. કોઈ પણ ટીમ માટે ધીમી શરૂઆત કરવાનો સ્કોપ નહીં રહે અને ઊભરતી ટીમોને પણ પોતાની ક્ષમતા બતાવવાની પૂરી તક મળશે.

સુપર-7 માં પહોંચેલી તમામ સાતેય ટીમો એકબીજા સામે મેચો રમશે. આ પોઈન્ટ ટેબલની ટોપ 4 ટીમો સેમિફાઇનલમાં ટકરાશે અને વિજેતાઓ વચ્ચે ફાઇનલ રમાશે.

T20 વર્લ્ડ કપમાં હવે 'સુપર-8' નહીં 'સુપર-10'

વર્ષ 2026ના T20 વર્લ્ડ કપમાં નાની અને ઊભરતી ટીમોના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ICC એ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવી દીધી છે. હવે ગ્રુપ સ્ટેજમાં 4 ગ્રુપના બદલે 5 ગ્રુપ હશે અને દરેક ગ્રુપમાં 4-4 ટીમો હશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમો આગળના રાઉન્ડમાં જશે, જ્યાં 'સુપર-8'ની જગ્યાએ હવે 'સુપર-10'નો તબક્કો શરૂ થશે. આ 10 ટીમોને 5-5 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે, જેનાથી નાની ટીમોને મોટી ટીમો સામે વધુ મેચો રમવાની તક મળશે.

સેમિફાઇનલ પહેલા રમાશે 'એલિમિનેટર' મેચ

T20 વર્લ્ડ કપને વધુ રસાકસીભર્યો બનાવવા માટે IPL જેવો રોમાંચ લાવવામાં આવ્યો છે. સુપર-10 ના બંને ગ્રુપની ટોચની 1-1 ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે. પરંતુ બાકીના 2 સ્પોટ માટે 'એલિમિનેટર' મેચો રમાશે.

  • ગ્રુપ Aની બીજા નંબરની ટીમ, ગ્રુપ Bની ત્રીજા નંબરની ટીમ સામે ટકરાશે.
  • ગ્રુપ Bની બીજા નંબરની ટીમ, ગ્રુપ Aની ત્રીજા નંબરની ટીમ સામે ટકરાશે.

આ બંને એલિમિનેટર મેચો જીતનારી ટીમો સેમિફાઇનલની બાકીની બે ટીમો બનશે. આ ફેરફારથી સુપર-10 ની છેલ્લી મેચ સુધી કઈ ટીમ ક્વોલિફાય કરશે તેનું સસ્પેન્સ જળવાઈ રહેશે.

એસોસિએટ દેશો માટે નવો ગ્લોબલ કપ

વર્ષ 2028ના T20 વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડને તેના વિશિષ્ટ પ્રદર્શનના કારણે યુરોપ રિજનલ ફાઇનલમાં સીધી એન્ટ્રી મળી છે. આ સિવાય, એસોસિએટ સભ્ય દેશો માટે 16 ટીમોની એક નવી ગ્લોબલ T20 ટૂર્નામેન્ટ લાવવાનો પ્રસ્તાવ મુકાયો છે, જેથી તેઓ વર્લ્ડ કપ પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર મેળવી શકે. જોકે, આ ટૂર્નામેન્ટને આખરી મંજૂરી નવેમ્બરમાં થનારી ફાઇનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીની સમીક્ષા બાદ મળશે.

ટૂર્નામેન્ટ પ્રકાર
જૂનું ફોર્મેટ
નવું ફોર્મેટ
ODI વર્લ્ડ કપ સ્ટેજ
સીધું ગ્રુપ સ્ટેજથી શરૂઆત
પહેલા 3 ટીમો વચ્ચે 'સુપર સિરીઝ'
ODI વર્લ્ડ કપ નેક્સ્ટ રાઉન્ડ
6 ટીમો વચ્ચે 'સુપર-6' રાઉન્ડ
7 ટીમો વચ્ચે 'સુપર-7' રાઉન્ડ
T20 વર્લ્ડ કપ ગ્રુપ્સ
4 ગ્રુપ (દરેકમાં 5-5 ટીમો)
5 ગ્રુપ (દરેકમાં 4-4 ટીમો)
T20 વર્લ્ડ કપ સેકન્ડ સ્ટેજ
ટોપ 8 ટીમો વચ્ચે 'સુપર-8'
ટોપ 10 ટીમો વચ્ચે 'સુપર-10'
T20 સેમિફાઇનલ એન્ટ્રી
સુપર-8 ના પોઈન્ટ્સના આધારે ડાયરેક્ટ
2 ડાયરેક્ટ ટીમ + 2 એલિમિનેટર મેચના વિજેતા