ઓકલેન્ડમાં કિંગ કોહલીનો જોરદાર ધમાકો, 13 હજાર રન પૂરા કરનાર વિશ્વના એકમાત્ર બેટર બન્યા

ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે (ODI) મેચમાં વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કિવી બોલરો સામે ૧૨ રન બનાવીને, ભારતીય ક્રિકેટની 'રન મશીન' ગણાતા વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં એક એવો સીમાચિહ્નરૂપ મુકામ હાંસલ કર્યો છે, જે સુધી આ રમતના ઈતિહાસમાં અન્ય કોઈ દિગ્ગજ બેટ્સમેન પહોંચી શક્યા નથી.વન-ડે (ODI) ક્રિકેટમાં, ત્રીજા ક્રમે બેટિંગ કરવી એ સૌથી પડકારજનક અને નિર્ણાયક ભૂમિકા માનવામાં આવે છે. આ ક્રમે બેટિંગ કરીને, વિરાટ કોહલી વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં ૧૩,૦૦૦ રનનો સીમાચિહ્ન પાર કરનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયો છે.
આ મેચ પહેલાં, વિરાટને આ ઐતિહાસિક આંકડા સુધી પહોંચવા માટે માત્ર ૧૨ રનની જરૂર હતી. મેદાન પર જેવો તેણે ૧૨મો રન પૂરો કર્યો, કે તરત જ આખું ઈડન પાર્ક સ્ટેડિયમ ગુંજારવ કરતી તાળીઓથી ગુંજી ઉઠ્યું. વિશ્વનો અન્ય કોઈ પણ બેટ્સમેન આ સિદ્ધિની નજીક પણ નથી.




