મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: પીએમ મોદીએ ઓકલેન્ડમાં જીત્યા પ્રવાસી ભારતીયોના દિલ: 25 વર્ષ જૂનું 'મફલર' બતાવીને શેર કર્યો ન્યુઝીલેન્ડ સાથેનો ભાવુક કિસ્સો

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આયોજિત ભવ્

તસવીર: gstv

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં આયોજિત ભવ્ય સમુદાય કાર્યક્રમ (Community Event) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા એક અત્યંત ભાવુક અને રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. પીએમ મોદીએ તેમના સંબોધનમાં ન્યુઝીલેન્ડ સાથેનો પોતાનો જૂનો સંબંધ યાદ કર્યો હતો, જેને સાંભળીને ત્યાં હાજર હજારો લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

પોતાની જૂની યાદો તાજી કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "વડાપ્રધાન તરીકે ન્યુઝીલેન્ડની આ મારી પહેલી મુલાકાત હોઈ શકે છે, પરંતુ આજથી આશરે 25-30 વર્ષ પહેલાં, જ્યારે હું કોઈ સરકારનો હિસ્સો નહોતો અને જાહેર જીવનમાં મને કોઈ ઓળખતું પણ નહોતું, ત્યારે મને ન્યુઝીલેન્ડ આવવાની તક મળી હતી."

તેમણે આગળ એક ખાસ ભેટ વિશે વાત કરતા કહ્યું, "એ સમયે અહીં મને કોઈકે ત્રણ વસ્તુઓ ભેટમાં આપી હતી, જેને હું મારી સાથે ભારત લઈ ગયો હતો - એક મફલર, એક ટોપી અને હાથના મોજાં. આજે આ કાર્યક્રમમાં હું તેમાંથી એક વસ્તુ મારી સાથે લાવ્યો છું. આ જે મફલર તમે જોઈ રહ્યા છો, તે 25-30 વર્ષ પહેલાં મને એક ન્યુઝીલેન્ડવાસીએ ભેટમાં આપ્યું હતું. આટલા વર્ષોમાં મેં તેનો ઘણી વખત ઉપયોગ કર્યો છે અને આજે પણ હું તેને એટલી જ કાળજીપૂર્વક સાચવીને રાખું છું, જેટલી કાળજીપૂર્વક હું તમારા આ પ્રેમને મારા હૃદયમાં સાચવી રાખું છું."

પીએમ મોદીની આ વાત સાંભળીને હોલમાં હાજર પ્રવાસી ભારતીયો ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા. વડાપ્રધાનના આ નિવેદને ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક અને ભાવનાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ આપી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાને ભારતની વિકાસ યાત્રા અને વિશ્વ મંચ પર ભારતના વધી રહેલા પ્રભાવ વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી.

આ સમાચાર શેર કરો