મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ન્યુઝીલેન્ડના પીએમ લક્સન સાથે નિહાળ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો, ઓકલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યુઝીલેન્ડ મુલાકાત દરમિયાન ઓકલેન્ડમાં તે

તસવીર: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ન્યુઝીલેન્ડ મુલાકાત દરમિયાન ઓકલેન્ડમાં તેમનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને ઓકલેન્ડમાં આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નિહાળ્યા હતા. આ કાર્યક્રમોમાં ભારત અને ન્યુઝીલેન્ડની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી જોવા મળી હતી. બંને દેશોના વડાપ્રધાનોએ કલાકારોની પ્રસ્તુતિને તાળીઓથી વધાવી લીધી હતી.

આ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ, વડાપ્રધાન મોદી ઓકલેન્ડમાં આયોજિત એક ભવ્ય સમુદાય કાર્યક્રમ (Community Event) માં ઉપસ્થિત હજારો પ્રવાસી ભારતીયોને સંબોધિત કરવાના છે. પીએમ મોદીના સંબોધનને સાંભળવા માટે ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કાર્યક્રમ સ્થળે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે.

આ મુલાકાતથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વધુ વેગ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં ભારતની વિકાસ યાત્રા અને વૈશ્વિક મંચ પર ભારતના વધતા કદ વિશે વાત કરે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો