Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC took a major action against the England Cricket Board

VIDEO: બેન સ્ટોક્સની નિવૃત્તિ પર થયો હોબાળો, ICCએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સામે કરી મોટી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઈંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સના ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત બાદ એક નવો વિવાદ ઊભો થયો છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા સ્ટોક્સના રિટાયરમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોના ટાઈમિંગને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા (PMOA) ના નિયમોના ઉલ્લંઘન બદલ ECBને સત્તાવાર પત્ર (નોટિસ) મોકલી ખુલાસો માંગ્યો છે. આ સમગ્ર વિવાદ પર બેન સ્ટોક્સે સોશિયલ મીડિયા દ્વારા માત્ર બે જ શબ્દોમાં - "Sack him" (તેને બરખાસ્ત કરો) લખીને તીખી પ્રતિક્રિયા આપી છે, જે ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી રહી છે.

App Store

મેચ પૂરી થાય તે પહેલાં જ ડ્રેસિંગ રૂમનો વીડિયો બહાર પડ્યો

નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ ખાતે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે 28 જૂનના રોજ બપોરે 03:25 વાગ્યે બેન સ્ટોક્સે નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટોક્સ અને તેના લાંબા સમયના એજન્ટ નીલ ફેરબ્રધરે મળીને આ આખી યોજના બનાવી હતી. જોકે, મેચ ચાલુ હતી તે દરમિયાન જ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. જેમાં સ્ટોક્સ ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓને પોતાના નિવૃત્તિના નિર્ણયની જાણ કરતો જોવા મળ્યો હતો. ટેસ્ટ મેચ પૂરી થાય તે પહેલાં જ ડ્રેસિંગ રૂમનો ઓડિયો-વીડિયો વાયરલ કરવો એ ICCના કડક નિયમોની વિરૂદ્ધ છે.

શું છે PMOA નિયમો અને કેમ ભરાયું ઈંગ્લેન્ડ બોર્ડ?

PMOA નિયમોના આર્ટિકલ 2.2.11 મુજબ, મેચ દરમિયાન ખેલાડીઓ અને મેચ અધિકારીઓ માટેના નિર્ધારિત વિસ્તારો (ડ્રેસિંગ રૂમ) માંથી ઓડિયો કે વીડિયો પ્રસારણ કરવા માટે કોઈ કાયમી કે અસ્થાયી કેમેરા અથવા રેકોર્ડિંગ સાધનો ગોઠવી શકાતા નથી. નિયમો અનુસાર, ડ્રેસિંગ રૂમની અંદર રેકોર્ડ કરાયેલા કોઈપણ વીડિયોમાં ઓડિયો ન હોવો જોઈએ અને તેને મેચ સત્તાવાર રીતે સમાપ્ત થાય તે પહેલાં પબ્લિક પ્લેટફોર્મ પર જાહેર કરી શકાતો નથી. ECBએ આ નિયમો નેવે મૂક્યા હોવાના ગંભીર આક્ષેપો છે. જોકે, બેન સ્ટોક્સ પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો હોવાથી તેની સામે વ્યક્તિગત રીતે કાર્યવાહી થવાની સંભાવના નહિવત છે, પરંતુ ICC હવે ઇંગ્લેન્ડ બોર્ડ સામે શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.