Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC fined England team WTC's points were deducted

ICCએ ઈંગ્લેન્ડની ટીમને ફટકાર્યો દંડ, આ ભૂલને કારણે WTCના પોઈન્ટ્સ કપાવાની સાથે મોટો દંડ પણ થયો

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ICCએ ઈંગ્લેન્ડની ટીમને ફટકાર્યો દંડ, આ ભૂલને કારણે WTCના પોઈન્ટ્સ કપાવાની સાથે મોટો દંડ પણ થયો
સોર્સ : GSTV

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલ હેઠળ ઓવલના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ન્યુઝીલેન્ડ સામે શરમજનક હારનો સામનો કર્યા બાદ, હવે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની કડક કાર્યવાહીની ગાજ પડી છે. સ્લો ઓવર રેટના કારણે ICCએ ઈંગ્લેન્ડને માત્ર આકરો આર્થિક દંડ જ નથી ફટકાર્યો, પરંતુ તેના મહત્ત્વના પોઈન્ટ્સ પણ કાપી નાખ્યા છે. આ સજાના કારણે ઈંગ્લેન્ડની ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે.

App Store

12 ઓવર પાછળ રહેતા ભોગવવો પડ્યો ભારે અંજામ

ઓવલ ટેસ્ટ દરમિયાન નિર્ધારિત સમય કરતાં ઇંગ્લેન્ડની ટીમ 12 ઓવર પાછળ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના એન્ડી પાયક્રોફ્ટે ઈંગ્લેન્ડ પર મેચ ફીના 50%નો દંડ લગાવ્યો છે. આ સાથે જ, સૌથી મોટો ફટકો આપતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાંથી મહત્ત્વના 12 પોઈન્ટ્સ પણ બાદ કરી દીધા છે.

નિયમોની વાત કરીએ તો

આર્ટિકલ 2.22 (ખેલાડીઓ માટેની આચારસંહિતા): નિર્ધારિત સમયમાં જેટલી ઓવર ઓછી ફેંકવામાં આવે, તે દરેક ઓવર દીઠ ખેલાડીઓની મેચ ફીમાંથી 5%નો કાપ મૂકવામાં આવે છે.

આર્ટિકલ 16.11.2 (WTC પ્લેઇંગ કન્ડિશન્સ): આ નિયમ મુજબ, સમયસર ઓવર પૂરી ન કરવા બદલ પ્રતિ ઓવર 1 ચેમ્પિયનશિપ પોઈન્ટ ગુમાવવો પડે છે. ઈંગ્લેન્ડ 12 ઓવર પાછળ હોવાથી તેના ખાતામાંથી 12 પોઈન્ટ્સ ઓછા કરી દેવાયા છે.

WTC પોઈન્ટ્સ ટેબલમાં ઈંગ્લેન્ડની સ્થિતિ ડામાડોળ

બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 253 રનની કારમી હાર અને ત્યારબાદ ICCના આકરા વલણને કારણે ઈંગ્લેન્ડ પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને ધકેલાઈ ગયું છે. ટીમના ખાતામાં હવે માત્ર 38 પોઈન્ટ્સ જ બચ્યા છે. એટલું જ નહીં, આ પેનલ્ટીના કારણે ઈંગ્લેન્ડનો પોઈન્ટ પર્સન્ટેજ પણ 34.72%થી સીધો ઘટીને 26.38% થઈ ગયો છે. ક્રિકેટ નિષ્ણાતોના મતે, હવે ઈંગ્લેન્ડ માટે WTC ફાઈનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.

કેપ્ટન જો રૂટે ભૂલ સ્વીકારી

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓન-ફિલ્ડ અમ્પાયર્સ (એડ્રિયન હોલ્ડસ્ટોક અને નિતિન મેનન), થર્ડ અમ્પાયર રોડ ટકર અને ફોર્થ અમ્પાયર ગ્રાહમ લોયડ દ્વારા મૂકવામાં આવેલા આ આરોપો અને સજાનો સ્વીકાર કરી લીધો છે. રૂટે પોતાની ભૂલ સ્વીકારી લેતા આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર નહતી પડી.

હવે નોટિંઘમમાં રમાશે 'કરો કે મરો'ની ફાઈનલ જંગ

3 મેચોની આ રોમાંચક ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ઈંગ્લેન્ડે લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ 115 રનથી જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ન્યુઝીલેન્ડે ઓવલમાં વળતો પ્રહાર કરીને સિરીઝ જીવંત રાખી છે. હવે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ 25 જૂનથી નોટિંઘમમાં રમાશે. આ મેચ જ સિરીઝનો અસલી વિજેતા નક્કી કરશે. જો આ મેચ ડ્રોમાં પરિણમશે, તો શ્રેસિરીઝ પણ ડ્રો જાહેર થશે અને બંને ટીમો વચ્ચે પોઈન્ટ્સ વહેંચી દેવામાં આવશે.