મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Champions Trophy 2025 / ICCએ જાહેર કરી 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ', યજમાન પાકિસ્તાનના ખેલાડીને ન મળી જગ્યા

ICCએ ચેમ્પિયન ટ્રોફી માટેની બેસ્ટ ટીમ એટલે કે 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ' ની જાહેરાત કરી ભારતીય ખે

Champions Trophy 2025 / ICCએ જાહેર કરી 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ', યજમાન પાકિસ્તાનના ખેલાડીને ન મળી જગ્યા

ICCએ ચેમ્પિયન ટ્રોફી માટેની બેસ્ટ ટીમ એટલે કે 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ' ની જાહેરાત કરી ભારતીય ખેલાડીઓને બમણી ખુશી આપી છે. ICCએ બેસ્ટ ટીમમાં છ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જ્યારે ચેમ્પિયન ટ્રોફીનું યજમાન પાકિસ્તાન બેકફૂટ પર ધકેલાઈ ગયું છે. ભારતે રવિવારે રમાયેલી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી 12 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો, જેમાંથી ભારતના છ ખેલાડીઓ ICCની બેસ્ટ ટીમમાં જગ્યા મેળવવામાં સફળ થયા છે, જોકે ચોંકાવનારી વાત એ છે કે, તેમાં રોહિત શર્માનો સમાવેશ નથી કરવામાં આવ્યો.

ICCની બેસ્ટ ટીમમાં રોહિત નથી

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતે આઠ મહિનામાં સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીતી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ICCની 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ' માં રોહિતને સ્થાન નથી આપવામાં આવ્યું. ICCએ જાહેર કરેલી ટીમમાં ન્યુઝીલેન્ડના મિચેલ સેન્ટનરને કકેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી અને 12 ખેલાડી તરીકે અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે પાકિસ્તાનના એકપણ ખેલાડીને આ ટીમમાં જગ્યા નથી મળી.

ICCની બેસ્ટ ટીમમાં પાકિસ્તાનનો એક પણ ખેલાડી નથી

ચેમ્પિયન ટ્રોફીની યજમાની પાકિસ્તાને કરી હતી, તેમ છતાં પાકિસ્તાનના એક પણ ખેલાડીની બેસ્ટ 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ' માં સામેલ નથી કરવામાં આવ્યો. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમોના એકપણ ખેલાડીને 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ' માં સ્થાન નથી મળ્યું. ચેમ્પિયન ટ્રોફીની બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં પાંચ ભારતીય સામેલ છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડના ચાર અને અફઘાનિસ્તાનના બે ખેલાડીનો પણ સામેલ છે.

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની જાહેર કરેલ બેસ્ટ પ્લેઈંગ ઈલેવન

રચિન રવિન્દ્ર, ઈબ્રાહિમ ઝદરાન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), મોહમ્મદ શમી, મેટ હેનરી, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (12મો ખેલાડી)

આ સમાચાર શેર કરો