ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ મેડલ સાથે ICC સફેદ બ્લેજર કેમ આપે છે? જાણો કારણ
ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચી દીધો છે. જીત બાદ ટ્રોફી મળ્

ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચી દીધો છે. જીત બાદ ટ્રોફી મળ્યા પહેલા ભારતીય ખેલાડીઓને મેડલ મળ્યા હતા અને મેડલની સાથે જ તમામ ખેલાડીઓને સફેદ કલરનો બ્લેઝર પણ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોના મનમાં સવાલ ઉભો થાય છે કે ICC ખેલાડીઓને સફેદ કલરનો બ્લેજર કેમ આપે છે?
ટીમ ઇન્ડિયાને વ્હાઇટ બ્લેજર કેમ આપવામાં આવ્યો?
ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનો પ્રારંભ 1998માં થયો હતો પરંતુ વિજેતા ટીમને વ્હાઇટ બ્લેજર આપવાની પરંપરા વર્ષ 2009માં શરૂ થઇ હતી. ICCની ઓફિશિયલ વેબસાઇટ પર વ્હાઇટ કોટ પાછળ સંતાયેલા રાજને જણાવવામાં આવ્યું છે. ICC અનુસાર વ્હાઇટ બ્લેજર 'બૈજ ઓફ ઓનર'ના રૂપમાં આપવામાં આવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો વ્હાઇટ કોટ વિજેતા ટીમ પ્રત્યે સન્માન, તેની દૃઢતા અને મહાનતા દર્શાવવા માટે હોય છે. આ આવનારી પેઢીઓને પ્રેરિત કરવા માટે એક ચિન્હ પણ છે. વ્હાઇટ બ્લેજર મળવો તે ઉત્સાહને પણ દર્શાવે છે જે વિજેતા ટીમે ટ્રોફી જીતવા માટે લગાવ્યો હતો.
પ્રથમ વખત ક્યારે મળ્યું હતું વ્હાઇટ બ્લેજર?
ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતાને વ્હાઇટ બ્લેજર પ્રત્યે સન્માનિત કરવાની પરંપરા વર્ષ 2009માં શરૂ થઇ હતી. 2009ની આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઇ હતી પણ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. ફાઇનલમાં રિકી પોન્ટિંગની કેપ્ટન્સી ધરાવતી ઓસ્ટ્રેલિયન ટીમે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયા જ સૌ પ્રથમ ટીમ હતી જેને સન્માનના રૂપમાં વ્હાઇટ કોટ આપવામાં આવ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે 2013 ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા ભારતને પણ આ કોટ આપવામાં આવ્યો હતો અને 2017માં પાકિસ્તાનને પણ સન્માન તરીકે વ્હાઇટ બ્લેજર આપવામાં આવ્યું હતું.








