Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : How is Indian Team's record in T20 World Cup Semifinal

T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ? સતત ત્રીજી વખત ઈંગ્લેન્ડ સાથે થશે ટક્કર

Timeછેલ્લું અપડેટ : 03 Mar 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ? સતત ત્રીજી વખત ઈંગ્લેન્ડ સાથે થશે ટક્કર
સોર્સ : GSTV

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. સાઉથ આફ્રિકા સામેની સુપર-8 મેચ સિવાય ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી બધી મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં કુલ સાત મેચ રમી છે, જેમાં છ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાએ સુપર-8 તબક્કાની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. ત્યારે અમે તમને જણાવીશું કે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીનું પ્રદર્શન કેવું રહ્યું છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા છઠ્ઠી વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમશે. ટીમ ઈન્ડિયા 5 માર્ચે T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે. ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે.

App Store

2007માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ટીમ ઈન્ડિયા 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. યુવરાજ સિંહે આ મેચમાં શાનદાર ઈનિંગ રમીનર 30 બોલમાં 70 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા સાત વિકેટ ગુમાવીને માત્ર 173 રન જ બનાવી શક્યું, જેના પરિણામે ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી.

2014માં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું

2007 પછી ટીમ ઈન્ડિયાએ સાત વર્ષ પછી તેની બીજી T20 વર્લ્ડ કપ સેમીફાઈનલ રમી હતી. 2014ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો સામનો સાઉથ આફ્રિકા સાથે થયો. તે મેચમાં પ્રથમ બેટિંગ કરતા આફ્રિકન ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જોકે, ટીમ ઈન્ડિયાએ 173 રનનો તાર્ગેતે 19.1 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ તે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી, તેણે 44 બોલમાં 72 રન બનાવ્યા હતા.

2016માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવ્યું

આ પછી ટીમ ઈન્ડિયા 2016માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં પણ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. 2016માં ઘરઆંગણે રમાયેલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થયો હતો. વિરાટ કોહલીના 89 રન અને રોહિત શર્માના 43 રનની મજબૂત ઈનિંગ્સને કારણે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટે 192 રન બનાવ્યા હતા. જોકે, લેન્ડલ સિમન્સના અણનમ 82 રનને કારણે કેરેબિયન ટીમ 193 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં સફળ રહી હતી.

2022માં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા 2022ના T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. તે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાની 33 બોલમાં 63 રનની શક્તિશાળી ઈનિંગને કારણે, ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જોસ બટલર અને એલેક્સ હેલ્સની વિસ્ફોટક બેટિંગને કારણે ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 169 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

2024માં ભારતે બદલો લીધો

ટીમ ઈન્ડિયા 2024ના T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવામાં પણ સફળ રહી હતી. ત્યાં પણ ભારતનો સામનો ઈંગ્લેન્ડ સાથે થયો. તે સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને અગાઉના વર્લ્ડ કપની હારનો બદલો લીધો હતો. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની શક્તિશાળી ઈનિંગ રમી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપ યાદવ અને અક્ષર પટેલે તે મેચમાં 3-3 વિકેટ લીધી હતી.