Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : If semifinal is washed out due to rain how will the finalist be decided

T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ વરસાદને કારણે ધોવાઈ તો કેવી રીતે નક્કી થશે ફાઈનલિસ્ટ? જાણો ICCનો નિયમ

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2026
લાઇવ ટીવીGoogle News
T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ વરસાદને કારણે ધોવાઈ તો કેવી રીતે નક્કી થશે ફાઈનલિસ્ટ? જાણો ICCનો નિયમ
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 માટે ચારેય ટીમ કન્ફર્મ થઈ ગઈ છે. ભારત, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ એ ચાર ટીમો છે જે સેમીફાઈનલમાં આગળ વધી છે. પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે કોલકાતામાં ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી સેમીફાઈનલમાં એકબીજાનો સામનો કરશે.

App Store

પ્રકૃતિ પર કોઈનો કાબુ નથી. આવી સ્થિતિમાં જો સેમીફાઈનલ મેચ દરમિયાન વરસાદ પડે અથવા કોઈ અન્ય કારણોસર મેચ રદ્દ થાય, તો ફાઈનલમાં પહોંચનારી ટીમનો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે? ચાલો તમને આ અંગે ICCના નિયમો વિશે જણાવીએ.

જો સેમીફાઈનલ દરમિયાન વરસાદ પડે તો શું થશે?

ધારો કે 5 માર્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ વરસાદને કારણે નથી રમાતી તો આવા કિસ્સામાં, રિઝર્વ ડેનો નિયમ લાગુ થશે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે જો ભારત અને ઈંગ્લેન્ડની મેચ 5 માર્ચે નથી રમી શકાતી, તો તે 6 માર્ચે રમાશે.

જો રિઝર્વ ડે પણ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ફાઈનલમાં પહોંચનારી ટીમનો નિર્ણય કેવી રીતે થશે? જો રિઝર્વ ડે પર કોઈ રમતન રમાઈ, તો સુપર-8માં હાઈ પોઝિશન પર રહેલી ટીમ ફાઈનલમાં પહોંચશે. આનો અર્થ એ છે કે જો બંને સેમીફાઈનલ રિઝર્વ ડે પર પણ મેચ નહીં રમાઈ, તો સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચી જશે.

સેમીફાઈનલનું શેડ્યૂલ?

T20 વર્લ્ડ કપ 2026માં ભારતનો સેમીફાઈનલ મુકાબલો 5 માર્ચે યોજાશે, જેમાં તે ઈંગ્લેન્ડનો સામનો કરશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.

તે પહેલા પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે યોજાશે, જેમાં સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ એકબીજાનો સામનો કરશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.