મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paralympic 2024 / 17 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયો અને બોર્ડર પર ગુમાવ્યો પગ, હવે દેશ માટે જીત્યો મેડલ

પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ખેલાડીઓએ કુલ 27 મેડલ જીત્યા

Paralympic 2024 / 17 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયો અને બોર્ડર પર ગુમાવ્યો પગ, હવે દેશ માટે જીત્યો મેડલ

પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ખેલાડીઓએ કુલ 27 મેડલ જીત્યા છે. જેમાં 6 ગોલ્ડ અને 9 સિલ્વર સામેલ છે. આ સાથે 12 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. ગઈકાલે (6 સપ્ટેમ્બર) રાત્રે હોકાટો હોતોઝે સેમાએ મેન્સ શોટપુટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નાગાલેન્ડમાં રહેતા હોકાટોની કહાની ખૂબ જ દર્દનાક છે. તેમ છતાં તે જીવનમાં આગળ વધતો રહ્યો અને હવે દેશ માટે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

વાસ્તવમાં હોકાટો ભારતીય સેનાનો સૈનિક રહી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે માત્ર 17 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયો હતો. પરંતુ આ પછી તેનો રસ્તો સરળ ન હતો. હોકાટો સ્પેશિયલ ફોર્સનો ભાગ હતો. તેની ડ્યુટી LOC પર હતી. અહીં તેણે લેન્ડ માઈન બ્લાસ્ટમાં પોતાનો પગ ગુમાવ્યો હતો. પરંતુ હોકાટોએ હાર ન માની અને સંજોગો સામે લડતો રહ્યો. તેણે શોટપુટ માટે તૈયારી કરી.

હોકાટોએ 40 વર્ષની ઉંમરે પેરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મેન્સ શોટપુટ F57 કેટેગરીની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેનો સર્વશ્રેષ્ઠ થ્રો 14.65 મીટર હતો. આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. ઈરાનના યાશિન ખોસરવીએ ગોલ્ડ જીત્યો છે. તેણે 15.96 મીટર દૂર થ્રો કર્યો હતો. જ્યારે બ્રાઝિલના થિઆગો પોલિનોએ સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 15.06 મીટર દૂર થ્રો કર્યો હતો.

તમને જણાવી દઈએ કે ભારત હાલમાં મેડલ ટેલીમાં 17મા સ્થાન પર છે. ભારતે કુલ 27 મેડલ જીત્યા છે. તેમાં 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 12 બ્રોન્ઝ સામેલ છે. મેડલ ટેલીમાં ચીન ટોચ પર છે. તેણે 83 ગોલ્ડ, 64 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ચીને કુલ 188 મેડલ જીત્યા છે. બ્રિટન 100 મેડલ સાથે બીજા સ્થાને છે. તેણે 42 ગોલ્ડ જીત્યા છે. ત્રીજા નંબર પર યુએસએ છે. જેણે 31 ગોલ્ડ સહીત કુલ 86 મેડલ જીત્યા છે. 

આ સમાચાર શેર કરો