મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાની વિજય પરેડ પહેલા જ મુંબઈમાં શરૂ થયો ભારે વરસાદ, છતાં ઓછો નથી થઈ રહ્યો ફેન્સનો ઉત્સાહ

ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં વિજય પરેડ યોજશે. પરંતુ આ પહે

ટીમ ઈન્ડિયાની વિજય પરેડ પહેલા જ મુંબઈમાં શરૂ થયો ભારે વરસાદ, છતાં ઓછો નથી થઈ રહ્યો ફેન્સનો ઉત્સાહ

ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં વિજય પરેડ યોજશે. પરંતુ આ પહેલા જ મુંબઈમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ફેન્સ મોટી સંખ્યામાં વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા છે. તે છત્રી લઈને બેઠાં છે. ફેન્સ ટીમ ઈન્ડિયાને જોવા માટે એટલા ઉત્સુક છે કે તેઓ વરસાદમાં પણ છત્રીઓ લઈને બેઠા છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ દિલ્હીથી મુંબઈ માટે રવાના થઈ ગઈ છે. તે સાંજે 5.15 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચી શકશે.

ટીમ ઈન્ડિયા મુંબઈના મરીન ડ્રાઈવથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય પરેડ કરશે. રોહિત અને કંપની ટ્રોફી સાથે ખુલ્લી બસમાં ફરશે. પરંતુ આ પહેલા જ અહીં વરસાદ શરૂ થઈ ગયો છે. મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જોકે, હજુ પણ વિજય પરેડની શક્યતા છે. વિજય પરેડ મરીન ડ્રાઇવથી શરૂ થશે અને વાનખેડે સ્ટેડિયમ સુધી જશે. ફેન્સે વરસાદના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

BCCI અને મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમમાં ફેન્સની એન્ટ્રી ફ્રી રાખી છે. પરંતુ આ માટે તેમણે સમયસર પહોંચવાનું હતું. આ કારણે હજારો લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. હવે સ્ટેડિયમ સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા ગુરુવારે સવારે બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. અહીં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમને મળ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ મુંબઈની ફ્લાઈટ લઈને નીકળી ગયા છે. હવે મુંબઈમાં ઉજવણી થશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને વાનખેડે સ્ટેડિયમમાં ઈનામી રકમ આપવામાં આવશે. આ 125 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયા બીજી વખત મુંબઈમાં વિજય પરેડ યોજવા જઈ રહી છે. અગાઉ તેનું આયોજન 2007માં કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો