Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Harmanpreet Kaur is on the verge of making history

IND W vs SA W / ઈતિહાસ રચવાની કગાર પર છે હરમનપ્રીત કૌર, આ કારનામું કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનશે

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
IND W vs SA W / ઈતિહાસ રચવાની કગાર પર છે હરમનપ્રીત કૌર, આ કારનામું કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનશે
સોર્સ : GSTV

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતનો આગામી મુકાબલો સાઉથ આફ્રિકા સામે છે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો માન્ચેસ્ટરમાં રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર મેદાનમાં ઉતરતાની સાથે જ ઇતિહાસ રચશે.

App Store

હરમનપ્રીત કૌરની આ 200મી T20 મેચ હશે. તે આટલી બધી મેચ રમનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર હશે. હરમનપ્રીત કૌરે અત્યાર સુધી 199 T20Iમાં 4123 રન બનાવ્યા છે અને 32 વિકેટ લીધી છે. હવે, તે સાઉથ આફ્રિકા સામે પોતાનો 200મી T20 મેચ રમશે.

હરમનપ્રીત કૌર પછી, સૌથી વધુ T20I મેચ રમનારી મહિલા ક્રિકેટર ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ છે. તેણે અત્યાર સુધી 184 T20I મેચ રમી છે. સુઝી બેટ્સ આ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેશે.

ભારતીય મહિલા ક્રિકેટરોમાં, સ્મૃતિ મંધાનાએ હરમન પછી સૌથી વધુ T20I મેચ રમી છે. તે સાઉથ આફ્રિકા સામે પોતાની 169મી T20I મેચ રમશે. તેણે અત્યાર સુધી 168 T20I મેચમાં 4475 રન બનાવ્યા છે.