મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ દિગ્ગજ ખેલાડીએ ઉઠાવી માગ, દ્રવિડને મળવો જોઈએ ભારત રત્ન

રાહુલ દ્રવિડ ગયા વર્ષે ODI ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ભારતના મુખ્ય કોચ પદેથી રાજ

ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ દિગ્ગજ ખેલાડીએ ઉઠાવી માગ, દ્રવિડને મળવો જોઈએ ભારત રત્ન

રાહુલ દ્રવિડ ગયા વર્ષે ODI ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ભારતના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપવાના હતા. પરંતુ રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓના અનુરોધ પર તેણે વધુ કેટલાક મહિનાઓ માટે મુખ્ય કોચ તરીકે રહેવાનો નિર્ણય લીધો હતો. દ્રવિડને ખબર ન હતી કે, તે 7 મહિના પછી જ T20 વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડશે. હવે આખરે દ્રવિડે સારી યાદો સાથે કોચ પદેથી નિવૃત્તિ લીધી છે. મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે 'ધ વોલ' તરીકે જાણીતા રાહુલ દ્રવિડને ભારત રત્ન આપવાની માગ કરી છે.

ગાવસ્કરે ભારત સરકારને વિનંતી કરતા કહ્યું કે, "સરકાર રાહુલ દ્રવિડને ભારત રત્નથી સન્માનિત કરે તો તે યોગ્ય રહેશે અને તે તેના હકદાર છે. તે એક મહાન ખેલાડી અને કેપ્ટન હતા. તે સમયે વેસ્ટ ઈન્ડિઝમાં સીરિઝ જીતવી સરળ ન હતી અને તે એવા ત્રીજા કપ્તાન રહ્યા જેણે ઈંગ્લેન્ડ જઈને ઈંગ્લેન્ડ સામે સીરિઝ જીતી હોય. તેમણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં નવી પ્રતિભાને બહાર લાવવાનું કામ ખૂબ સારી રીતે કર્યું હતું અને તે સિનિયર ટીમના સારા કોચ પણ હતા.

ભારતીય ક્રિકેટમાં દ્રવિડનું યોગદાન

રાહુલ દ્રવિડ એક મહાન ખેલાડી હતો, પરંતુ તેની કોચિંગ કારકિર્દી ત્યારે શરૂ થઈ જ્યારે તે નિવૃત્તિ બાદ 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમના મેન્ટર હતા. 2015માં તેમને અંડર-19 અને ઈન્ડિયા-એ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કોચ રહેતા અંડર-19 ટીમ 2016 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ જીતી શકી નહોતી, પરંતુ બે વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ ટ્રોફી જીતી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર અને ઈશાન કિશન જેવા ભાવિ સ્ટાર્સને તૈયાર કર્યા. આખરે 2019માં તેમને સિનિયર ભારતીય ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

દ્રવિડની અંગત કારકિર્દી પર નજર કરીએ તો તેણે 164 ટેસ્ટ મેચમાં 13,288 રન બનાવ્યા હતા. તેણે 344 ODI મેચોમાં 10,889 રન પણ બનાવ્યા છે. દ્રવિડના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24 હજારથી વધુ રન છે અને તે ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો સાતમો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 48 સદી અને 146 અર્ધસદી પણ છે.

આ સમાચાર શેર કરો