VIDEO: ટીમ ઈન્ડિયાના કોચ બનવાની અટકળો વચ્ચે ગંભીરનું મોટું નિવદન, જાણો શું કહ્યું
Gautam Gambhir's statement amid speculations to become Team India's coach | એક તરફ ટીમ ઈન્ડિયા અમેરિકામાં ટી-20 વર્લ્ડકપ રમી રહી છે. બીજી તરફ વર્લ્ડકપ બાદ ટી

એક તરફ ટીમ ઈન્ડિયા અમેરિકામાં ટી-20 વર્લ્ડકપ રમી રહી છે. બીજી તરફ વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ કોણ બનશે તેને લઈને ચારેકોર ચર્ચા થઈ રહી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગૌતમ ગંભીર આગામી મુખ્ય કોચ હશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પહેલીવાર ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પર નિવેદન આપ્યું છે.
મુખ્ય કોચ બનવા પર ગંભીરે શું કહ્યું?
અબુધાબીમાં ગૌતમ ગંભીરે એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. આ દરમિયાન એક બાળકે ગંભીરને પ્રશ્ન પૂછ્યો કે, શું તમે ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ બનવા માંગો છો અને ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડવા માટે તમે શું કરશો. આના પર ગંભીરે કહ્યું કે જો કોઈને ભારતીય ટીમના મુખ્ય કોચ બનવાની તક મળે છે તો આનાથી મોટી વાત અને કોઈ સન્માન ન હોઈ શકે. ભારતીય ટીમના મુખ્ય કોચ બનવું એટલે 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવું, જે મોટી વાત છે. તે સ્પષ્ટ છે કે ગંભીર ભારતીય ટીમનો આગામી મુખ્ય કોચ બનવા માટે તૈયાર છે.
ટી-20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત थશે
ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપ બાદ વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. BCCIએ ભારતીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવી હતી, જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કોણે મુખ્ય કોચ બનવા માટે અરજી કરી છે. ઘણાં નામો લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ મુદ્દે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી.








