મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ગૌતમ ગંભીરે આ ખેલાડીને ગણાવ્યો દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર, કહ્યું- 'તેનાથી આગળ કોઈ નથી'

આજકાલ દરેક યુવા બોલર ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પોતાનો રોલ મોડલ માને છે. T

ગૌતમ ગંભીરે આ ખેલાડીને ગણાવ્યો દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર, કહ્યું- 'તેનાથી આગળ કોઈ નથી'

આજકાલ દરેક યુવા બોલર ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પોતાનો રોલ મોડલ માને છે. T20 વર્લ્ડ કપ દરમિયાન, બુમરાહના નેતૃત્વમાં ભારતના બોલિંગ એટેકે મેચ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ત્યારથી, બુમરાહની ફેન ફોલોઈંગમાં વધુ વધારો થયો છે. માત્ર ફેન્સ જ નહીં પરંતુ ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર પણ ભારતીય ફાસ્ટ બોલરની પ્રશંસા કરી રહ્યો છે. ગૌતમ ગંભીરે તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણાવ્યો હતો.

ગૌતમ ગંભીરે જસપ્રીત બુમરાહને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ગણાવ્યો 

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે, "બુમરાહથી આગળ કોઈ નથી. તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે, જે રમતને કોઈપણ સમયે પલટાવી શકે છે. ભારતની ટીમ હંમેશા બેટિંગ પર વધુ ધ્યાન આપતી હતી, પરંતુ બુમરાહ, અશ્વિન, શમી અને જાડેજાએ તેને બોલરોની રમત બનાવી દીધી છે."

ગંભીરે વધુમાં કહ્યું કે, "અમે બાંગ્લાદેશનું સન્માન કરીએ છીએ, પરંતુ અમે તેમની સામે એ જ રમત રમીશું જે રીતે ચેમ્પિયન ટીમ રમે છે."

જો જસપ્રીત બુમરાહના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં કુલ 36 મેચ રમી છે જેમાં તેણે 159 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની ઈકોનોમી 2.74 રહી છે. ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝમાં ત્રણ વિકેટ લઈને બુમરાહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરનાર 10મો ભારતીય બોલર બની જશે.

આ સમાચાર શેર કરો