મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: પાકિસ્તાન ખેલાડી આફ્રિદી અને મસૂદ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં મારપીટ, વચ્ચે પડેલા રિઝવાનને પણ ધોયો

પાકિસ્તાનની ટીમને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હ

VIDEO: પાકિસ્તાન ખેલાડી આફ્રિદી અને મસૂદ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં મારપીટ, વચ્ચે પડેલા રિઝવાનને પણ ધોયો

પાકિસ્તાનની ટીમને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારપછી ડ્રેસિંગ રૂમમાં શાહીન આફ્રિદી અને કેપ્ટન શાન મસૂદ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, આ હાર બાદ પાકિસ્તાન ટીમના ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખૂબ જ તંગ બની ગયું હતું.

 પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત ભારે વરસાદને લીધે ધોવાઈ ગઈ છે. જો કે હજુ પણ પાકિસ્તાનમાં બાંગ્લાદેશ સામેની  ટેસ્ટની હાર અને તે પછી ડ્રેસિંગ રૂમમાં જે શરમજનક ઘટના બની તેનાથી ટીમ ઉપર રોષ છે. આ મેચ દરમિયાન એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં શાહીન આફ્રિદી ટીમ હડલ દરમિયાન શાન મસૂદનો હાથ તેના ખભા પરથી હટાવતો જોવા મળ્યો હતો. 

તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોટી હાર બાદ ડ્રેસિંગ રૂમમાં બંને ખેલાડીઓ વચ્ચે શારીરિક લડાઈ થઈ હતી. રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, જ્યારે મોહમ્મદ રિઝવાને લડાઈ રોકવાનો પ્રયાસ કર્યો તો તેની સાથે મારામારી કરી હતી. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમની છબી વધુ ખરાબ થઈ છે.

વ્હાઈટ બોલના કોચ ગેરી કર્સ્ટને પણ ટી-20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનના વહેલા બહાર થયા બાદ ટીમમાં એકતાના અભાવ પર નારાજગી વ્યક્ત કરી હતી. કર્સ્ટને કહ્યું હતું કે, "પાકિસ્તાનની ટીમમાં કોઈ એકતા નથી. ખેલાડીઓ એકબીજાને સમર્થન આપતા નથી. બધા અલગ જ રહે છે. મેં ઘણી ટીમો સાથે કામ કર્યું છે, પરંતુ આવી પરિસ્થિતિ ક્યાંય જોઈ નથી.

શાહીન આફ્રિદીને બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો પાકિસ્તાનની સ્ટાર લેફ્ટ આર્મ પેસર શાહીન આફ્રિદીને શુક્રવાર, 30 ઓગસ્ટથી શરૂ થયેલી બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવી હતી. મુખ્ય કોચ જેસન ગિલેસ્પીએ જણાવ્યું કે આ નિર્ણય પહેલા શાહીન આફ્રિદી સાથે ચર્ચા થઈ હતી.

પ્રથમ ટેસ્ટ મેચમાં શાહીન આફ્રિદીએ 30 ઓવરમાં માત્ર બે વિકેટ લીધી હતી જ્યારે શાન મસૂદે બંને ઇનિંગ્સમાં કુલ 20 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની બીજી ઇનિંગમાં ટીમ 146 રન પર જ સિમિત રહી હતી, જે બાદ બાંગ્લાદેશે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

આ સમાચાર શેર કરો