મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

UTT 2024: પીબીજી બેંગલુરુ સ્મેશર્સ અને અમદાવાદ એસજી પાઇપર્સ વચ્ચે મુકાબલો

ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ 2024માં શનિવારે પીબીજી બેંગલુરુ સ્મેશર્સ અને અમદાવાદ એસજી પા

UTT 2024: પીબીજી બેંગલુરુ સ્મેશર્સ અને અમદાવાદ એસજી પાઇપર્સ વચ્ચે મુકાબલો

 ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ 2024માં શનિવારે પીબીજી બેંગલુરુ સ્મેશર્સ અને અમદાવાદ એસજી પાઈપર્સ વચ્ચે મુકાબલો જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં ખેલાશે. પીબીજી બેંગલુરુ અને અમદાવાદ એસજી પાઈપર્સ વચ્ચેની મેચમાં મણિકા બત્રા અને બર્નાડેટનો મુકાબલો રોમાંચક રહેશે.

જ્યારે બીજી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સ અને યજમાન ટીમ ચેન્નઈ લાયન્સ સામે રમાશે. ચેન્નઈના અનુભવી તથા દિગ્ગજ ખેલાડી શરથ કમલ પોતાની ટીમના અભિયાનને ફરી ટ્રેક પર લાવવા માગશે. સંભવત કમલનો સામનો હરમીત દેસાઈથી થઈ શકે છે.

બેંગલુરુ સ્મેશર્સ હાલ પોઈન્ટ ટેબલમાં  32 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. અમદાવાદ એસજી પાઈપર્સ 3 ટાઈમાં 24 પોઈન્ટ્સ સાથે પ્લેઓફમાં આગળ વધવા તરફ ફોક્સ કરી રહી છે. આ ઉપરાંત એથ્લિડ ગોવા ચેલેન્જર્સ પણ 3 ટાઈમાં 21 પોઈન્ટ્સ સાથે પ્લેઓફની રેસમાં રહેશે, જ્યારે ચેન્નઈ સામેની જીત તેમનું ટોપ-4માં સ્થાન મજબૂત કરશે.

તમને જણાવી દઈએ કે, પીબીજી બેંગલુરુ સ્મેશર્સ અને અમદાવાદ એસજી પાઈપર્સ વચ્ચેની મેચ 5 વાગ્યાથી જ્યારે ચેન્નાઈ લાયન્સ અને એથ્લિડ ગોવા ચેલેન્જર્સની મેચ રાતે 7.30 વાગ્યાથી રમાશે.

આ સમાચાર શેર કરો