મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDVsENG: ઇંગ્લેન્ડનો ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ

ઇંગ્લેન્ડે બીજી વન ડે મેચમાં ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બ

INDVsENG: ઇંગ્લેન્ડનો ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ

ઇંગ્લેન્ડે બીજી વન ડે મેચમાં ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બીજી વન ડે મેચમાં વરૂણ ચક્રવર્તીએ ડેબ્યૂ કર્યું છે. આ પહેલા પ્રથમ વન ડે મેચમાં ભારતના બે ખેલાડી યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું.

કોહલીની વાપસી

કટક વન ડે મેચમાં ભારત તરફથી મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીએ ડેબ્યૂ કર્યું છે. વરૂણને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કેપ આપી હતી. વરૂણ ચક્રવર્તીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં 14 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન બાદ તેને વન ડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વરૂણને કુલદીપ યાદવની જગ્યાએ પ્લેઇંગ-11માં સમાવવામાં આવ્યો છે. વિરાટ કોહલી પણ ફિટ થયા બાદ આ મેચમાં રમવા ઉતર્યો છે. એવામાં યશસ્વી જયસ્વાલે બહાર બેસવુ પડ્યું છે.

બીજી તરફ ઇંગ્લેન્ડ તરફથી આ મેચમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે. માર્ક વુડ, ગસ એટકિન્સન અને જેમી ઓવર્ટન આ મેચમાં રમી રહ્યાં છે. જૈકબ બેથેલ, બ્રાયડન કાર્સ અને જોફ્રા આર્ચરને આ મેચમાં બહાર કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી

ઇંગ્લેન્ડની ટીમ

ફિલ સોલ્ટ (વિકેટકીપર), બેન ડકેટ, જો રૂટ, જોસ બટલર (કેપ્ટન), જે.ઓવર્ટન, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, ગેટ એટકિન્સન, માર્ક વુડ, આદિલ રાશિદ, એસ.મહેમુદ

આ સમાચાર શેર કરો