મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીએ ટી-20 વર્લ્ડકપ રમવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ

ભારતમાં આઈપીએલનો માહોલ જામ્યો છે. આઈપીએલ બાદ તરત જ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની સંયુક્ત યજમાનીમાં જૂનમાં

ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીએ ટી-20 વર્લ્ડકપ રમવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ

ભારતમાં આઈપીએલનો માહોલ જામ્યો છે. આઈપીએલ બાદ તરત જ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની સંયુક્ત યજમાનીમાં જૂનમાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે, આગામી આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભાગ લેશે નહીં. નોંધનીય છે કે, ટી- 20 વર્લ્ડકપ 1 જૂનથી શરૂ થશે. 29 જૂન સુધી ચાલશે. 

બેન સ્ટોક્સે કહ્યું, “હું મારી બોલિંગ ફિટનેસ સુધારવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છું. હું ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવવા માંગુ છું. વર્લ્ડકપ અને IPLમાંથી નામ પાછું ખેંચવું મારા માટે કદાચ એક મોટું બલિદાન હશે અને તે મને ઓલરાઉન્ડર બનવામાં મદદ કરશે. 

ભારતના તાજેતરના પ્રવાસ દરમિયાન, ઘૂંટણની સર્જરી અને 9 મહિનાના વિરામ પછી મને સમજાયું કે હું બોલિંગમાં કેટલો પાછળ રહી ગયો હતો. હું કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડરહામ તરફથી રમવાનો છું અને ત્યારબાદ હું ટેસ્ટ સીરિઝ પર ધ્યાન આપીશ. હું જોસ બટલર સમગ્ર ટીમને ટ્રોફી સફળતાપૂર્વક ડિફેન્ડ કરવા માટે શુભેચ્છા પાઠવું છું."

ગયા વર્ષે CSKએ ખરીદ્યો હતો

IPL 2024 પહેલા બેન સ્ટોક્સે પોતાના શરીરને આરામ આપવા માટે બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. જણાવી દઈએ કે ગયા વર્ષે સ્ટોક્સને ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો, પરંતુ ફિટનેસ સમસ્યાઓને કારણે તે IPL 2023માં પણ રમી શક્યો ન હતો. સ્ટોક્સ એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને તેની ફિટનેસ ઇંગ્લેન્ડની ટીમ માટે ચિંતાનો વિષય છે.

આ સમાચાર શેર કરો